મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન


SHARE































મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન

મોરબીના મહેન્દ્રનગર મિત્ર મંડળ દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવતીમાં બહુચરાજી માતાજીની પવિત્ર પદયાત્રા આ વર્ષે સતત 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. છેલ્લાં 18 વર્ષથી અવિરત ચાલી આવતી આ ભક્તિમય પરંપરામાં આ વર્ષે અંદાજે 250થી વધુ શ્રદ્ધાળુઓ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે જોડાઈ માતાજીના દર્શનાર્થે પગપાળા પ્રસ્થાન કરશે.

આ પવિત્ર પદયાત્રાનું આયોજન કિશોરભાઈ બોપલિયા, અંબારામભાઈ રાજપરા, વીરજીભાઈ શેરીસિયા, કાંતિભાઈ સનાવડા, કારુભાઈ કૈલા, મનજીભાઈ દેત્રોજા, પ્રાણજીવનભાઈ તેમજ મહેન્દ્રનગર મિત્ર મંડળના સભ્યો અને સેવાભાવી કાર્યકરોના સહયોગથી કરવામાં આવે છે. છેલ્લાં 18 વર્ષથી અવિરત ચાલી રહેલી આ પદયાત્રા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક જ નહીં, પરંતુ ગામની એકતા, ભાઈચારો, સામૂહિક સંકલ્પ અને સેવાભાવનું પણ સુંદર ઉદાહરણ બની રહી છે. વર્ષોવર્ષ આ યાત્રામાં જોડાતા શ્રદ્ધાળુઓની સંખ્યા અને ઉત્સાહ આ પરંપરાની લોકપ્રિયતા તથા માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. ખાસ કરીને યુવા પેઢીમાં ધાર્મિક સંસ્કારો, સામાજિક એકતા અને સેવાભાવના મૂલ્યોનું સિંચન કરવામાં આ યાત્રા પ્રેરણારૂપ બની રહી છે. આ પ્રસંગે મહેન્દ્રનગર મિત્ર મંડળના તમામ આયોજકો, સહયોગીઓ અને સેવાભાવી કાર્યકરોને આ ભક્તિમય પરંપરા સતત જાળવી રાખવા બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે. માં બહુચરાજી માતાજી તમામ પદયાત્રીઓની યાત્રા સુખદ, સલામત અને નિર્વિઘ્ન બનાવે તથા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ વરસાવે તેવી પ્રાર્થના કરશે.












Latest News