મોરબીના ટીંબડી ગામ નજીક બે રીક્ષા અથડાતા પાંચ ઈજાગ્રસ્તો સારવારમાં
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમમાં છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ
યુપી અને બિહારથી ઘણા લોકો વેપાર અને રોજગાર માટે મોરબીમાં આવ્યા છે અને અહી સ્થાયી થયા છે ત્યારે યુપી અને બિહારમાં છઠ્ઠ પૂજાનું અનેરું મહત્વ હોય છે તેને ધ્યાને રાખીને મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બહેનોએ છઠ્ઠ પૂજા કરી પર્વની ઉજવણી કરી હતી ઉલેખનીય છે કે, મોરબીમાં સ્થાયી થયેલા હજારો પરિવારો છઠ્ઠ પૂજા માટે મોરબીના રામધન આશ્રમ પહોંચ્યા હતા અને છઠ્ઠ પૂજા નિમિતે 36 કલાક નિર્જળા ઉપવાસ કરીને અસ્ત સૂર્ય તેમજ ઉગતા સૂર્યની પૂજા કરી હતી. ત્યારે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી પણ ત્યાં હાજર રહ્યા હતા તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે