મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ટંકારાના શિક્ષકો મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે


SHARE







રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ટંકારાના શિક્ષકો મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન લજાઈ પાસે આવેલ ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી પ્રાથમિકમાધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના કુલ ૩૨ જેટલા શિક્ષકોએ પોતે કરેલા ઇનોવેશન રજૂ કર્યા હતા. જેમાંથી પ્રાથમિક વિભાગના પ્રથમ ત્રણ નંબરમાંથી દ્વિતીય અને તૃતીય નંબર પર નેકનામ કન્યા શાળાના પટેલ વિધિબેન  તેમજ મિતાણા તાલુકા શાળાના કલ્પેશભાઈ પટેલ તેમજ માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર પર બહુચર વિદ્યાલય મિતાણાના આચાર્ય વાટકીયા પ્રવિણભાઈની પસંદગી કરવામાં આવી છે હવે આગામી સમયમાં તેઓ રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે. જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલ માટે પસંદ થયેલ પાંચ શિક્ષકો પૈકી ત્રણ ટંકારા તાલુકાના શિક્ષકોની પસંદગી થતા ત્રણેય શિક્ષકોને ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફરટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છાયાબેન માકાસણામહામંત્રી વિરમભાઈ દેસાઈઉપપ્રમુખ કૌશિકભાઈ ઢેઢી તેમજ તમામ સી.આર.સી. અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News