મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી રાજકોટના બુટલેગર ફિરોઝ સંધીનો ૩૬૪૮ બોટલ દારૂ પકડાયો, ૩ આરોપી ઝડપાયા


SHARE













ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી રાજકોટના બુટલેગર ફિરોઝ સંધીનો ૩૬૪૮ બોટલ દારૂ પકડાયો, ૩ આરોપી ઝડપાયા

મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઈ ગામ પાસે આવેલા નવા ગોડાઉનમાં આરોપીને શોધવા માટે પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાંથી રાજકોટના કુખ્યાત ફિરોઝ સંધીનો ૩૬૪૮ બોટલ દારૂ જેની કિંમત ૧૩,૬૮,૦૦૦ અને અન્ય મુદામાલ મળીને ૧૭,૨૪,૦૦૦ ના માલ સાથે ત્રણ આરોપીને ઝડપી લીધેલ છે અને ફિરોઝ સંધી સહિતના બે આરોપીને પકડવા મામેટ પોલીસે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે રાજકોટ શહેર ડી.સી.બી. શાખાના પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમા ટંકારા આવ્યા હતા જેઓને સાથે રાખીને નાસતા ફરતા આરોપીની તપાસમા મદદગિરિ કરી રહ્યા હતા ત્યારે લજાઈ ચોકડી પાસે જી.આઇ.ડી.સી વિસ્તારમા આવેલ સીલ્વર રીસાયકલ ઇંન્ડસ્ટ્રીઝ ગોડાઉનની બાજુમા નવુ બનેલ નામ વગરના ગોડાઉન છે ત્યાં આરોપી છુપાયેલ હોવાની હકિકત હતી જેથી ત્યાં તપાસ કરતા ગોડાઉનમા તથા બોલેરો ગાડી નં જીજે ૩ બી ડબલ્યુ ૧૬૧૯ માંથી વ્હીસ્કી દારૂની ૩૬૪૮ બોટલ મળી હતી જેથી કરીને ૧૩,૬૮,૦૦૦ નો દારૂ તેમજ ૩.૫ લાખની બોલેરો ગાડી, ૩ મોબાઈફોન આમ કુલ મળી ૧૭૨૪૦૦૦/ના મુદામાલને કબ્જે કરેલ છે

આ દારૂના જથ્થા સાથે પોલીસે દિનેશ શાંતિલાલ મીણા જાતે મારવાડી (ઉ.૨૦) રહે. ડૂંગલા રાજસ્થાન, શંભુલાલ પદમસિંગ મીણા જાતે મારવાડી (ઉ.૨૦) રહે. હાલ લજાઈ તાલુકો ટંકારા મૂળ રહે, ડૂંગલા રાજસ્થાન તથા દુર્જનસિંગ પદમસિંગ સિસોદીયા જાતે રાજપુત (ઉ.૩૨) રહે. હાલ ફાટક પાસે વાકાનેર મુળ રહે. અદવાસ રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને આરોપી ધવલ રસીકભાઈ સાવલીયા રહે. સ્વાતીપાર્ક રાજકોટ  તથા ફીરોજ હાસમભાઈ સંધી રહે. જંગ્લેશ્વર રાજકોટ વાળા હાજર નહી મળી આવતા તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ કામગીરી પીએસઆઈ એસ.એમ.રાણા, વિજયભાઈ બાર, હિતેષભાઈ ચાવડા, સિધ્ધરાજસિહ અર્જુનસિહ, રાજકોટ શહેર ડી.સી.બી. સ્ટાફના ક્રિપાલસિહ નરપતસિહ, સુભાષભાઈ સોંડાભાઈ, દેવાભાઈ જાદવજીભાઈ, મૈસુરભાઈ સાદુળભાઈએ કરેલ છે








Latest News