મોરબી મેઇન પોસ્ટ ઓફિસ ખાતે તા.૨૪ ના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેમ્પ યોજાશે
હળવદ : રૈકી કરીને ચરાડવાના મહાકાળી આશ્રમમાંથી દાનપેટીની ચોરી કરનાર ઝડપાયો
SHARE
હળવદ : રૈકી કરીને ચરાડવાના મહાકાળી આશ્રમમાંથી દાનપેટીની ચોરી કરનાર ઝડપાયો
મોરબીના હળવદ તાલુકામાં આવેલ ચરાડવા ગામ નજીકના મહાકાળી આશ્રમ મંદિરમાંથી થોડા દિવસો પહેલાં દાન માટે મૂકવામાં આવેલી દાન પેટીની ચોર ઇસમ દ્વારા ચોરી કરવામાં આવી હતી અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ગઈકાલે પણ ટંકારામાં ઘરફોડ ચોરીની ઘટના બની છે અને અગાઉ પણ મોરબી તાલુકાના જેતપર ગામે દુકાનમા તાળા તોડીને ચોરી કરવામાં આવી હોવાના બનાવો મોરબી જિલ્લામાં બન્યા છે.જેથી મોરબી જિલ્લા પોલીસ વડાએ એલસીબીના સ્ટાફ અને હળવદ પોલીસને ડીટેકશન કરવા માટે સૂચના કરી હતી.દરમિયાન એલસીબીના સ્ટાફેને મળેલ બાતમીના આધારે મહાકાળી આશ્રમમાંથી મંદિરમાં મુકાયેલ દાન પેટીની ચોરી કરનાર ચોર ઇસમને ઝડપી પાડવામાં એલસીબીને સફળતા મળી છે.
મોરબીના હળવદ નજીક આવેલ ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાંથી દાન પેટીની ચોરી થઈ હતી જે અંગે એસપી ઓડેદરાએ એલસીબીને તસ્કરને ઝડપી પાડવા સૂચના કરી હોય એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો તસ્કરને પકડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાનમાં સ્ટાફના નિરવભાઇ મકવાણા તથા દશરથસિંહ પરમારને મળેલ હકિકત આધારે ચરાડવા કે.ટી.મીલ પાસેથી પસાર થઇ રહેલા એક શંકાસ્પદ ઇસમને પકડીને તેની સઘન યુકિત-પ્રયુકિતપુર્વક પુછપરછ કસ્તા પોતે અગાઉ પણ આઠ-દશ વખત અલગ અલગ સમયે ચરાડવાના મહાકાળી આશ્રમ ખાતેથી ચોરી કરેલ અને પોતેને વધુ પૈસાની જરૂરત હોય રાતના સમય આશ્રમમાં ઘુસીને આશ્રમમાં ફીટ કરેલ દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.આમ,સાતેક દિવસ પહેલા બનેલ મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને તસ્કર ભરતભાઇ પ્રભુભાઇ આકવીયા જાતે ચુ.કોળી (ઉ.વ.૪૧) રહે.રામપરા નવાપરા વિસ્તાર તા.વઢવાણ જી.સુરેન્દ્રનગરને પકડી પાડયો હતો. પકડાયેલ ઇસમ મંદિર ચોરી કરવાની ટેવવાળો હોવાનું પણ પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.









