મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીનો પીપળી જેતપર રોડ ફોરલેન ભલે ગમે ત્યારે બને પણ નિર્દોષ લોકોના જીવ બચાવવા પહેલા થીગડા તો મરાવો: ગ્રામજનોનો આક્રોશ


SHARE











મોરબીનો પીપળી જેતપર રોડ ફોરલેન ભલે ગમે ત્યારે બને પણ નિર્દોષ લોકોના જીવ બચાવવા પહેલા થીગડા તો મરાવો: ગ્રામજનોનો આક્રોશ

મોરબીનો પીપળી રોડ કરોડો રૂપિયાના ખર્ચે વર્ષ ૨૦૧૮ માં બનાવવામાં આવ્યો હતો જો કે આજની તારીખે આ રસ્તા ઉપર અનેક જગ્યાએ મસમોટા ગાબડા પડી ગયા છે અને ડામર તુટી ગયો છે અને રસ્તો ભાંગીને ભૂકો થઇ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે આટલું જ નહીં રોડ ઉપર ધૂળની ડમરીઓ સતત ઊડતી હોય છે અને ટ્રકડમ્પરકન્ટેનર સહિતના ભારે વાહનો પસાર થવાથી નાના વાહન ચાલકોને અતિ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં પણ ઠેર ઠેર ગાબડા પડી ગયેલા પીપળી રોડને રીપેર કરવામાં આવતો નથી જેથી વાહન ચાલકો સહિતના લોકો હેરાન થાય છે

રાજ્યના સ્ટેટ હાઇવે મોરબી પિપળી રોડનો સમાવેશ થાય છે અને આ રસ્તાનું કામ વર્ષ ૨૦૧૮માં કામ કરવામાં આવ્યું હતુ આ રોડ જે તે સમયે ૨૯ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને રસ્તાનું કામ ગોકળ ગતિએ કરવામાં આવી રહ્યું હતું માટે લોકોને ત્રણેક વર્ષ સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સારો રોડ બનશે તેવી દરેકને આશા હતી જો કેછેલ્લા ઘણા વર્ષોથી આ રોડ ભંગાર થઈ ગયો છે જેથી કરીને માલ સામાન લઈને જતાં વાહનચાલકોકારખાનાની અંદરરોજગારી મેળવવા માટે જતા લોકો અને આ રોડ ઉપર આવેલા ગામોમાં રહેતા ગ્રામજનો સહિતના લોકોએ હાલાકીનો સામનો કરી રહ્યા છે

અત્રે ઉલેખનીય છે કેમોરબી અને માળિયા તાલુકાના પીપળી, બેલા, રંગપર, જેતપર ,સાપર, અણિયારી, જીવાપર, ચકમપર સહિત લગભગ ૩૫ જેટલા ગામને ઉપયોગી થાય તે પીપળી જેતપર રોડની હાલત દયનીય હાલમાં છે તેમ છતાં પણ આ રોડના રીપેરીંગ કામ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી અને ગમે ત્યારે રીપેર કરવામાં આવે છે તો થોડા દિવસોમાં રોડ તૂટી જાય છે જેથી કરીને રોજીંદા કામકાજ માટે તેમજ જુદા જુદા કારખાનાઓની અંદર રોજગારી મેળવવા માટે થઈને આ રોડ ઉપરથી પસાર થતા લોકોને પોતાનું આરોગ્ય અને જીવ બંને જોખમમાં મૂકવા પડે છે

પીપળીના માજી સરપંચ ઝાલા પ્રવિણસિંહ તેમજ જસમતભાઇ પટેલ, હિતેશભાઇ જેઠલોજા સહિતના આગેવાનોએ જણાવ્યુ હતું કે, આ રસ્તો ખરાબ હોવાના કારણે અવારનવાર આ રસ્તા ઉપર ટ્રાફિક જામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે જેને નિવારવા માટે પણ રસ્તાનું કામ તાત્કાલિક કરવામાં આવે તે જરૂરી છે તેઓએ કહ્યું હતું કે, અવાર નવાર નાના મોટા અકસ્માત પણ આ રોડે થયા છે જેમાં નિર્દોષ લોકોના જીવ જાય છે જેથી કરીને રોડને ફોરલેન જ્યારે બનાવે ત્યારે પણ પહેલા તાત્કાલિક રોડ ઉપર થીગડા મારીને વાહન ચાલવા યોગ્ય બનાવવામાં આવે અને દુલની ડમરીઓ ઊડે છે ટેન બંધ કરવામાં આવે તેવી માગણી અને લાગણી સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે

પીપળી રોડ ઉપર કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ દિલીપભાઇ કાવર આક્રોશ સાથે કહ્યું હતું કેછેલ્લા એક વર્ષથી આ રોડને ફોરલેન કરવાની વાતો કરવામાં આવી રહી છે જો કેહાલમાં આ રસ્તો ગાડા માર્ગ જેવો બની ગયો છે મોરબીના પીપળી રોડ ઉપર ધીમેધીમે કરતાં આજની તારીખે ૨૦૦ થી વધુ નાના મોટા કારખાના આવી ગયા છે જેમાં હજારોની સંખ્યામાં લોકો રોજગારી માટે આવે છે અને અને માલની અવર જવર માટે હજારો ટ્રક સહિતના વાહનો ૨૪ કલાક આ રોડ ઉપર આવતા અને જતાં હોય છે ત્યારે ભંગાર રસ્તાના લીધે માલમાં કારખાનેદારોને નુકશાની સહન કરવી પડે છે અને મોરબી તેમજ માળીયા તાલુકાના ૩૫ જેટલા ગામના લોકોને પણ હાલાકીનો  સામનો કરવો પડે છે જેથી આગામી દિવસોમાં પીપળી જેતપર રોડ ફોનલેન બને ત્યાં સુધી નિર્દોષ લોકોના જીવ ન જાય તે માટે ઊડતી ધૂળની ડમરીઓમાંથી લોકોને રાહત મળે તેવું કામ અધિકારી અને પદાધિકારીઓને કરવાની જરૂર છે






Latest News