ટંકારાનાં ઓટાળામાં વૃધ્ધની જમીન ઉપર દબાણ કરનારા પાંચ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE
ટંકારાનાં ઓટાળામાં વૃધ્ધની જમીન ઉપર દબાણ કરનારા પાંચ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા વૃધ્ધના જમીન ઉપર તેના જ કુટુંબીઓ સહિત કુલ મળીને પાંચ શખ્સો દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી દબાણ કરી લેવામાં આવ્યું છે અને જેથી કરીને વૃધ્ધાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે રહેતા વજીબેન પ્રેમજીભાઇ દેસાઇ જાતે પટેલ (ઉ.૮૫)એ હાલમાં મગનભાઇ ભગવાનજીભાઇ દેસાઇ, શામજીભાઇ ભગવાનજીભાઇ દેસાઇ, વાધજીભાઇ ભગવાનજીભાઇ દેસાઇ, પ્રવિણભાઇ રાધવજીભાઇ ધોડાસરા અને રમેશભાઇ રાધવજીભાઇ ધોડાસરા રહે- બધા ઓટાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે આજથી આશરે વીસેક વર્ષથી તમામ આરોપીઓએ તેઓની માલીકીની ઓટાળા ગામના સર્વે નંબર- ૫૪ પૈકી-૬ ની ૨-૫૯-૦૦ હેકટર વાળી જમીનમા આશરે ૨૮ ગુંઠા જેટલી જમીન પર ગેરકાયદેસર કબજો કરેલ છે અને વાવેતર કરી જમીન પચાવી પાડી છે જેથી કરીને વૃધ્ધાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ લઈને પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧) (૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે