મોરબીનો પીપળી રોડ ૧૧૮.૦૯ કરોડના ખર્ચે ચારમાર્ગીય બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા મંત્રીની તાકિદ
મોરબી જિલ્લા વહીવટીતંત્ર બન્યું ભાજપ !, ખેસ પહેરવાનો બાકી ?: આમ આદમી પાર્ટી
SHARE
મોરબી જિલ્લા વહીવટીતંત્ર બન્યું ભાજપ !, ખેસ પહેરવાનો બાકી ?: આમ આદમી પાર્ટી
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ ફક્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જ કામ કરે છે તેવી ફરિયાદો સાંભળવા મળતી હતી જો કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં માત્ર ભાજપના જિલ્લા પ્રમુખને સ્ટેજ ઉપર સ્થાન આપીને અન્ય રાજકીય પક્ષના પ્રમુખોની અધિકારીઓએ દ્વારા અવગણના કરવામાં આવી હતી જેથી કરીને મોરબી જિલ્લા વહીવટીતંત્ર ભાજપ બની ગયું છે જેથી માત્ર ભાજપનો ખેસ જ પહેરવાનો બાકી છે તેવો આક્ષેપ પણ કર્યો છે
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવે હતો જેમાં શાસક સાથે વિરોધ પક્ષને પણ આમંત્રણ આપવામાં આવેલ હતુ પરંતુ આમંત્રણમાં વિરોધ પક્ષને નીચું દેખાડવા માટે આપ્યું હોય તેવી ઘટના જોવા મળી હતી કેમ કે, સ્ટેજ પર જિલ્લા ભાજપના પ્રમુખને સ્થાન આપવામાં આવ્યું હતું જો કે, અન્ય રાજકીય પક્ષના પ્રમુખને સ્થાન આપવામાં આવ્યું ન હતું આટલું જ નહિ ભાજપના પ્રમુખ સિવાય બીજા પક્ષના પ્રમુખના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો જેથી મોરબીનું વહીવટી તંત્ર સરજાહેર વિરોધ પક્ષનું અપમાન કરે તેવો ઘાટ સર્જાયો હતો અને અધિકારીઓને ભાજપના ખેસ જ પહેરાવના બાકી છે તેવો આક્ષેપ આપના પ્રમુખ સહિતના હોદેદારોએ કર્યો છે