ઈરાન-ઇઝરાયલના યુદ્ધની અસર: મોરબીમાં પ્રેપેન ગેસની સપ્લાઈની ચેન ખોરાવાઈ તેવા સંકેત, સિરામિક કારખાના બે દિવસ પછી બંધ થાય તેવી શક્યતા ભારતભરમાં અનોખા લગ્ન: મોરબીના વાડી વિસ્તારમાં ધૂળેટીના દિવસે ધામધુમથી શ્રદ્ધાપૂર્વક હોલિકાના શામબાપા સાથે લગ્ન કરાવતો સતવારા સમાજ મોરબી નજીક કારખાનામાં ચાલતા ચાલતા પડી જવાથી યુવાનનું મોત મોરબી જલારામ ધામ ખાતે ધૂળેટીના દિવસે પણ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ચાલુ રહેશે મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન મોરબીના લક્ષ્મીનગર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત: વાંકાનેર નજીક કારખાનામાં યુવાને જીવન ટુકાવ્યું માળીયા (મી) માં નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 3400 લીટર આથો અને 100 લીટર દારૂ ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપીને ધમકી, ખંડણી અને લૂંટના પ્રયાસના ગુનામાં પકડાયેલ વિશાલ સેજપાલ સહિતના બે આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હથિયારબંધી-લોકોને ભેગા થવા પર પ્રતિબંધનું જાહેરનામુ


SHARE













મોરબી જિલ્લામાં હથિયારબંધી-લોકોને ભેગા થવા પર પ્રતિબંધનું જાહેરનામુ


મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો ન બને તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામુ બહાર પાડી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આગામી તા.૩૧-૦૭-૨૦૨૧ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.

જે અનુસાર હથિયારતલવારભાલાબંદુકછરીલાકડી કે લાઠીશસ્ત્રોસળગતી મશાલબીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપરપથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ઘકેલવાની અથવા સાધનો લઇ જવાએકઠા કરવા અથવા તૈયાર કરવા ઉપરમનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાનીજેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રોપ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

લોકોને ભેગા થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ૩૧-૦૭-૨૦૨૧ સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે (ગેરકાયદેસર રીતે) ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા ઉપર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.આ હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવેલી હોય તેવી વ્યકિત-સંસ્થાફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતનેકોઇ લગ્નના વરઘોડાનેસરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતનેકોઇ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાપાત્ર થશે.






Latest News