દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હોદા ઉપરથી હટાવવાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં ફટકારી એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ગુજરાત-બિહાર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે ટ્રેન મોરબીમાં છોકરાના ઝઘડામાં યુવાનને મહિલા સહિત 3 લોકોએ ધોકા વડે મારમાર્યો જુનાગઢથી મોરબી મિત્રના ઘરે આવેલ યુવાન એ સિડ પી જતાં સારવારમાં ટંકારાના ગજડી ગામે વાડીએ ભૂલથી ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત મોરબી મહાપાલિકા દ્વારા વેપારીઓની દુકાનોમાંથી ૬૫ કિલો પ્રતિબંધીત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને આયખુ ટુંકાવ્યુ : પીપળી નજીક કારખાનાની કોલોનીમાં કોઈપણ કારણોસર યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસેથી બાઈકની ચોરી


SHARE







મોરબીના લક્ષ્મીનગર નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસેથી બાઈકની ચોરી

મોરબીમાં લક્ષ્મીનગર ગામ પાસે આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે ટ્રાન્સપોર્ટરે તેનું બાઇક પાર્ક કર્યું હતું તે બાઇકની ચોરી કરવામાં આવે છે જેથી કરીને હાલમાં ટ્રાન્સપોર્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇકની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ટિંબડી ગામે આવેલ ગણેશનગરમાં મકાન નંબર ૧૦૩-એ માં રહેતા મૂળ હરિયાણાના રહેવાસી જયભગવાન વિજયકુમાર શર્મા જાતે બ્રાહ્મણો (૨૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેની યુપી બિહાર રોડ કેરિયર નામની ટ્રાન્સપોર્ટની ઓફિસ લક્ષ્મીનગર ગામ પાસે આવેલી છે અને તે ઓફિસ પાસે તેણે પોતાનું બાઇક નંબર જીજે ૩૮ એન ૧૫૫૨ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગત તા. ૧૨/૧૦/૨૧ ના સાંજના પાંચેક વાગ્યાથી લઈને ૧૩/૧૦/૨૧ ના બપોરના ૧ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News