મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા
SHARE
મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા
મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી આઠ મહિલાઓ સહિત નવ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબીના કંડલા બાયપાસ રોડ કરાવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી નીતાબા ઉર્ફે ચેતનાબા બળભદ્રસિંહ ઝાલા (50) રહે. મયુર સોસાયટીની બાજુમાં આનંદનગર મોરબી, ગીતાબા જયેન્દ્રસિંહ ચુડાસમા (50) રહે પીએમ આવાસ યોજના મોરબી, ઇલાબા ઉર્ફે આરતીબા મહેન્દ્રસિંહ જાડેજા (55) રહે પીએમ આવાસ યોજના મોરબી, ગંગાબેન બચુભાઈ ઠાકોર (45) રહે. પીએમ આવાસ યોજના મોરબી, વર્ષાબેન સુરેશભાઈ રાઠોડ (45) રહે. પીએમ આવાસ યોજના મોરબી, ચંપાબેન બચુભાઈ અઘારા (70) રહે પીએમ આવાસ યોજના મોરબી, પ્રીતિબેન મુકેશભાઈ વરાણીયા (32) રહે મયુર સોસાયટીના ખૂણા પાસે મોરબી, જાગૃતીબેન રાજેશભાઈ ચારોલા (49) રહે. રવાપર તથા વિજયભાઈ ચંદુભાઈ ચૌધરી (29) રહે. સનાળા બાયપાસ લાયન્સ નગર શેરી નં 3 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે