મોરબીના પાંચેય તાલુકામાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા બે દિવસીય ટીચર્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન
મોરબીના મહેન્દ્રનગર ગામેથી વધુ એક બાઇકની ચોરી
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામેથી વધુ એક બાઇકની ચોરી
મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામેથી વધુ એક બાઇકની ચોરી થતા ભોગ બનેલ પટેલ યુવાને હાલમાં બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ હળવદ રણમલપુર ગામનો વતની અને હાલ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ સર્વોપરી સ્કુલ પાસેની ધર્મમંગલ સોસાયટીમાં રહેતા અને ખાનગી નોકરી કરતાં સૌરવ વિપુલભાઈ વામજા જાતે પટેલ નામના ૨૨ વર્ષીય યુવાને ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગત તા.૧૭-૨ ના રોજ તેણે રાત્રીના ૧૨:૩૦ વાગ્યે પોતાના ઘર પાસે તેનું સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ૩૬ એએ ૮૨૮૫ કિંમત રૂપિયા ૩૦ હજારનું પાર્ક કર્યું હતું જે રાત્રી દરમિયાન અજાણ્યો ઈસમ ચોરી કરી ગયેલ છે.હાલ બી ડિવિઝન પીએસઆઈ વી.બી.રાયમાએ આ અંગે ફરિયાદ નોંધીને તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.અત્રે નોંધનીય છે કે મોરબીમાં તાલુકા પોલીસ દ્વારા ત્રણ બાઈક ચોરને આઠ ચોરાઉ બાઅકની સાથે પકડવામાં આવ્યા છે.જેમાં કુલ નવ બાઈક ચોરી ખુલી છે જે પૈકી છ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં, બે થાન પંથકની અને એક વાંકાનેર તાલુકા પંથકની બાઇત ચોરીનો સમાવેશ થાય છે અને હાલ તે ત્રણેય આરોપીઓ તા.૨૧ સુધી રિમાન્ડ ઉપર છે.દરમિયાનમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી વધુ એક બાઇક ચોરાયુ હોવાની ફરીયાદ નોંધાઇ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મહેશ રામજીભાઈ વરાણીયા નામનો ૩૦ વર્ષીય યુવાન લાલપર નજીક કજરીયા ટાઇલ્સની ઓફિસ પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં અહીંની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના સામાકાંઠે હળવદ રોડ ઉપરના ઘુંટું ગામે રહેતો ચેતન જેન્તીભાઈ કૈલા જાતે પટેલ નામનો ૩૪ વર્ષીય યુવાન શહેરના સામાકાંઠે આવેલ જુના ઘુંટુ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા ચેતન કૈલાને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના ઘૂંટુ ગામે રહેતા રાજેશ બાબુભાઈ સોલંકી નામના ૪૪ વર્ષીય યુવાને કોઈ કારણોસર તેના ઘેર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગરે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે હળવદના સાપકડા ગામનો રહેવાસી વંશ પ્રવીણભાઈ પરમાર નામનો ૧૭ વર્ષીય યુવાન સ્કૂલેથી પરત ઘરે આવતો હતો ત્યારે રતનપરના રસ્તે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત વંશ પરમારને સારવાર માટે મોરબીની હોસ્પિટલે ખસેડાયો હતો.