મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ઢુવામાં પૈસા લઇ જા તેમ કહીને બોલાવ્યા બાદ યુવાનની નિર્મમ હત્યા


SHARE













મોરબીના ઢુવામાં પૈસા લઇ જા તેમ કહીને બોલાવ્યા બાદ યુવાનની નિર્મમ હત્યા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામે સેન્ટોસા સીરામીક નજીકથી યુવાનની લાશ મળી આવી હતી.માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને નિર્મમ હત્યા કરાયેલી લાશ મળી આવી હોય મૃતકના ભાઇ દ્વારા મૃતકના ડેડબોડીને રાજકોટ ખાતે લઇ જઇને ત્યાં પીએમ કરાવવામાં આવ્યું હતું અને ત્યાં હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું હાલ મૃતકના ભાઈએ બે શકદાર સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.મૃતકે શકદાર એવા બે ઈસમો પાસેથી પૈસા લેવાના હોય અને પૈસા આપવાનું કહીને ફોન કરીને બોલાવ્યા બાદ યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં ઉપરોકત બનાવ સંદર્ભે મૃતકના ભાઇ પુષ્પેન્દ્રકુમાર કુંજબીહારી પાલ જાતે ભરવાડ (ઉ.વ.૨૪) ધંધો મજુરી હાલ રહે.રોલેક્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં માટેલ તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.નથુપુરા તા.જી.મહોબા ઉત્તરપ્રદેશ વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના ઢુવા ગામે સેન્ટોસા સિરામિકના પાછળના ભાગેથી માથામાં ગંભીર ઈજા થયેલ હાલતમાં તેમના નાના ભાઈ મદનપાલ કુંજબીહારી પાલ (ઉ.વ.૨૦) હાલ રહે.મિલેનિયમ સીરામીકના લેબર કવાટરમાં તા.મોરબી મૂળ રહે.નથુપુરા તા.જી.મહોબા ઉત્તરપ્રદેશની ડેડબોડી મળી આવી હતી અને મોત શંકાસ્પદ જણાતા તેના મૃતદેહને રાજકોટ ખાતે પીએમ કરવામાં આવતા માથામાં બોથડ પદાર્થ ઝીંકીને તેની હત્યા નિપજાવવામાં આવી હોય તેવો ખુલાસો થયો હતો હાલમાં મૃતક મદનકુમાર કુંજબીહારી પાલના મોટા ભાઇ પુષ્પેન્દ્રકુમાર પાલે વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે શકદાર તરીકે રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત રે.એનડીઝાઇન કારખાનુ માટેલ રોડ મોરબી તેમજ અશ્વીન ઉદાભાઇ પગી રે.લાટો ટાઇલ્સ સરતાનપર મોરબી સામે ફરીયાદ નોંધાવેલ છે.જેમા જણાવ્યા પ્રમાણે મૃતક મદનપાલ કુંજબીહારી વાળો ઉરરકોત બન્ને શકદારો પાસે પૈસા માંગતો હોય જે પૈસા આપવા ન પડે તે માટે રાઘવેન્દ્રએ મરણ જનાર મદનપાલને ફોન કરી પૈસા લેવા માટે બોલાવી બન્ને શકદારોએ અકેબીજાની મદદગારી કરીને મદનપાલની માથામાં બોથડ પદાર્થ ઝીંકી દઇને હત્યા નિપજાવી હોય હાલ કલમ ૩૦૨, ૧૧૪ હેઠળ રાઘવેન્દ્ર રામકુમાર રાજપુત અને અશ્વીન ઉદાભાઇ પગી સામે ગુનો નોંધીને મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંન્શલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ પી.જી.પનારાએ આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News