મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE





મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એકટીવા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા યુવાનની સાથે જે તેની મંગેતર રહેતી હતી અને બંને વચ્ચે રસોઈ બનાવવા માટે બોલાચાલી થઈ હતી જે બાબતનું મનમાં લાગી આવવાથી યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હાલ ટીવી સિરિયલો, ફિલ્મો તથા સોશિયલ મીડિયાના પ્રભાવને લઈને લગભગ મોટાભાગના ઘરોમાં નાના-મોટા ઝઘડા ઘર કંકાસ જોવા મળે છે.આવા જ બે બનાવો મોરબીમાં બન્યા હતા.જેમાં પત્ની સાથેની નજીવી બોલાચાલી બાદ મનમાં લાગી આવવાથી મુળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એકટીવા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા રામઅવતાર રામનિવાસ પાલ (25) નામના યુવાને લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. અને બનાવ સમયે મૃતકના મંગેતર કારખાનામાં કામે ગયેલ હતી અને તે કામ ઉપરથી પરત આવી ત્યારે રામઅવતાર પાલનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો હાલ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક રામઅવતારની હાલ સગાઈ થઈ હતી અને મૃતક યુવાન તેની વાગદત્તા સાથે રહીને મજૂરી કામ કરતો હતો. જો કે, રસોઈ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાબતનું મનમાં લાગી આવવાથી રામઅવતાર પાલએ અંતિમ પગલું ભર્યું છે તેવું સામે આવ્યું છે અને આગળની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા ચલાવી રહ્યા છે.

5 બોટલ દારૂ સાથે પકડાયો
મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં આવેલ મિલેનિયમ વિટ્રીફાઈડ કારખાને જવાના રસ્તા ઉપર થી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવતા 500 રૂપિયાની કિંમત પણ દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જયદીપ ઉર્ફે જયુ બેચરભાઈ ચાઉ (36) રહે વરિયા મંદિર પાસે સોઓરડી શેરી નંબર આઠ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News