મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલમાં રવિવારે વિદ્યાર્થીનીઓ દ્વારા એક્ઝિબિશનનું આયોજન


SHARE









મોરબીની નીલકંઠ કોમર્સ સ્કૂલમાં રવિવારે વિદ્યાર્થીનીઓ દ્વારા એક્ઝિબિશનનું આયોજન

 મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલની ધો-૧૧ ની વિદ્યાર્થીનીઓ દ્વારા એક્ઝિબિશન રાખવામા આવ્યું છે અને ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રેસ અને જ્વેલરી આ  એક્ઝિબિશનમાં રાખવામા આવશે.

 મોરબીમાં આવેલ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા કોમર્સના વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવા અને ભવિષ્યમાં આવનાર ધંધાકીય પડકારોનો સામનો કરી શકે તે મુજબનું ધંધાકીય જ્ઞાન આપવા માટે સમયાંતરે નવા નવા આયોજનો કરવામાં આવે છે. જેમ કે એક્સપર્ટ ગેસ્ટ લેક્ચર, કંપની વિઝિટ, માર્કેટ રિસર્ચ, બિઝનેસ ટાયકૂન, બ્લડ ડોનેશન કેમ્પ, સ્પર્ધાત્મક પરીક્ષા ટ્રેનિંગ વગેરે ત્યારે હંમેશાની જેમ આ વખતે પણ નીલકંઠ કોમર્સ સ્કૂલ તેમજ OJIFD-The Fashion Institute દ્વારા Learning With Earning ના હેતુસર ધો -૧૧ ની વિદ્યાર્થીનીઓ માટે અને તેમના દ્વારા ડિઝાઇનર એક્ઝિબિશન રાખવામા આવ્યું છે આ એક્ઝિબિશન 3 એપ્રિલને રવિવારના રોજ રાખવામા આવેલ છે અને તેનો સમય સવારે ૯થી ૧ અને ૪ થી ૭ રાખવામા આવેલ છે જેથી મોરબીના નાગરિકોને એક્ઝિબિશનની મુલાકાત લેવા અને તેમના વ્યવસાયિક કાર્યમાં સહભાગી થવા માટે નીલકંઠ કોમર્સ સ્કૂલની ધો-૧૧ ની વિદ્યાર્થીનીઓએ અનુરોધ કરેલ છે.




Latest News