શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ
ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી
SHARE
ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના આમરણ ગામે રહેતો યુવાને ટંકારાના ખીજડીયા ગામ પાસે આવેલ દરગાહ ખાતે માનતા પૂરી કરવા માટે ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો ત્યારે તેના કાકાની દીકરી રિસામણે બેઠેલ હોય કૌટુંબિક જમાઈ એકટીવા લઈને યુવાન પાસે આવ્યો હતો અને યુવાનને છરી બતાવીને ગાળો આપી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ કુટુંબીક જમાઈના ભાઈએ ફોન કરીને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને તેના કૌટુંબિક જમાઈ અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી તાલુકાના આમરણ ગામે દાવલશાવાસમાં રહેતા કાસમભાઇ નજમલભાઈ તૈલી (45) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઝાકીર આમદભાઈ માડકીયા અને હાજી આમદભાઈ માડકીય રહે. બંને ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓએ પોતાના દીકરાની માનતા લીધેલ હતી જે માનતા પૂરી કરવા માટે તેઓ ખીજડીયા ગામ પાસે આવેલ દરગાહે ગયા હતા અને ત્યાં માનતા પૂરી કરીને ટંકારાથી પરત જતા હતા ત્યારે તેઓના કાકાનો જમાઈ ઝાકીર માડકીયા કે જેની પત્ની રિસામણે બેઠેલો છે તે બાબતનો તખાસ રાખીને આરોપી તેનું એકટીવા લઈને ફરિયાદીની ગાડી પાસે આવ્યો હતો અને ત્યાં ફરિયાદીને છરી બતાવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ હાજી માડકીયાએ ફરિયાદીના મામા ઉમરભાઈના ફોનમાંથી ફરિયાદીને ફોન કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બાઈકની ચોરી
મોરબી તાલુકાના લુટાવદર ગામે રહેતા અલ્પેશભાઈ દેવશીભાઇ વેરણ (35) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લૂંટાવદર ગામના પાટીયા પાસે બસ સ્ટેશનની સામેના ભાગમાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 36 એએ 7844 બંધ થઈ જતા પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને યુવાને નોંઘાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે