મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો


SHARE









હળવદમાં સ્પાના હિસાબમાં મનદુખમાં ભાગીદારે યુવાનને લોખંડના જારા વડે માર માર્યો

હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટીમાં રહેતા યુવાને ભાગીદારીમાં ધાંગધ્રા ખાતે સ્પા ચાલુ કર્યું હતું અને છેલ્લા ત્રણેક મહિનાથી તેના હિસાબ બાબતે ભાગીદાર સાથે મનદુખ ચાલતું હતું તે બાબતનું ખાર રાખીને યુવાન ઉપર તેના ભાગીદાર દ્વારા લોખંડના પૂરી તળવના ઝારા વડે હુમલો કર્યો હતો અને  પીઠના ભાગે ઝારો માર્યો હતો તેમજ એક મહિલાને પણ પીઠના ભાગે લોખંડનો જારો મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મેરૂભાઈ ડાભી (30)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરણસિંહ દિલુભાઈ ચૌહાણ રહે. સરા રોડ રઘુનંદન સોસાયટી હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ ત્રણેક વર્ષ પહેલા આરોપી સાથે ધાંગધ્રાના ગોકુલધામ કોમ્પલેક્ષમાં એપલ સ્પા ભાગીદારીમાં ચાલુ કર્યું હતું અને છેલ્લા ત્રણ મહિનાથી ફરિયાદી અને આરોપીને હિસાબ બાબતે મનદુઃખ ચાલતું હતું જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને લોખંડના ઝારા વડે ફરિયાદીને પીઠના ભાગે માર માર્યો હતો તેમજ સાહેબ કંચનબેન વચ્ચે પડતા તેઓને પણ પીઠના ભાગે લોખંડનો જારો માર્યો હતો અને ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે તેના ભાગીદાર સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા, વાહનમાં નુકશાન

ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા અશ્વિનભાઈ રણછોડભાઈ દુબરીયા (42)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 36 એએફ 1436 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ટંકારા તાલુકાના સરયા ગામની સીમમાં લતીપર ટંકારા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 3 એચપી 4763 લઈને જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ બેફિકરાયથી તેની કાર ચલાવી હતી અને ફરિયાદીના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને માથા તથા જમણા ખભામાં ઇજા થઈ હતી અને ફરિયાદીની પાછળના ભાગમાં આવતી કાર નંબર જીજે 10 ઇસી 4845 માં પણ આરોપીએ કાર અથડાવીને અકસ્માત કર્યો હતો જેથી હાલમાં યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News