ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રીડા ભારતી દ્વારા કબડી સ્પર્ધાનું આયોજન કરાયું


SHARE







મોરબીમાં ક્રીડા ભારતી દ્વારા કબડી સ્પર્ધાનું આયોજન કરાયું

રામ ભક્ત હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે મોરબીના યુવાનો શારીરિક રીતે સશક્ત બને તેમજ મોબાઈલમાંથી બહાર આવી મેદાન તરફ વળેએ માટે ક્રીડા ભારતી મોરબી નગર દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

આ સ્પર્ધા અંડર ૧૪ તેમજ અંડર ૧૭ એમ બે કેટેગરીના યુવાનો માટે રાખવામાં આવેલ છે. તા.૧૬/૪ ને શનીવારના રોજ મોરબીના સામાકાંઠે આવેલ કેસર બાગ ખાતે સવારે ૮ થી ૧ દરમિયાન આ સ્પર્ધા યોજાશે મોરબીની દરેક શાળાઓને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્રીડા ભારતી મોરબી દ્વારા આમંત્રિત કરવામાં આવેલ છે અને વિજેતા ટીમને પ્રોત્સાહક પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવશે. તેમજ સ્પર્ધાની વધુ માહિતી માટે ક્રીડા ભારતી મોરબીના મંત્રી હિતેન્દ્રસિંહ ઝાલા (મો. ૯૦૩૩૭ ૦૦૦૦૩)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે તેમજ ફોર્મ જમા કરાવવાની છેલ્લી તા. ૧૩ છે અને આ ફોર્મ જમા કરાવવા માટેનું સ્થળ પ્રગતિ ક્લાસીસ, વી સી ટેકનિકલ હાઇસ્કૂલની બાજુમાં રહેશે. તથા ફોર્મ જમા કરાવવા માટે મો.નં. ૯૮૭૯૯ ૭૪૩૬૩ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે 




Latest News