મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો નરેશભાઈ પટેલને મળવા માટે કાગવાડ પહોચ્યા
SHARE
મોરબી જિલ્લાના દલિત સમાજના આગેવાનો નરેશભાઈ પટેલને મળવા માટે કાગવાડ પહોચ્યા
કાગવડ ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના દલિત સમાજના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ ખોડલધામ સંસ્થાના ચેરમેન અને પાટીદાર શ્રેષ્ઠી નરેશભાઈ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે અને આવનાર ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશભાઈ પટેલને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવામાં આવે તે કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લામાંથી ૮૦ જેટલા દલિત સમાજના આગેવાનો ખોડલધામ ગયા હતા. જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનીક મુછડીયા, મોરબી જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ અશ્વિન પરમાર, મોરબી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ દામજીભાઈ મકવાણા, મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ ચેરમેન દીપકભાઈ પરમાર, પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઈ ચૌહાણ, રવજીભાઈ સોલંકી, જગદીશભાઈ મુછડીયા, વિનુભાઈ પરમાર, ભૂપત મામાં, વિનોદ ચૌહાણ, કિશોર ઉભડિયા, પ્રેમજી બાપા સહિતના આગેવાનો નરેશભાઇ પટેલને રૂબરૂ મળ્યા હતા અને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું સાથે સાથે નરેશભાઈ પટેલ જો કોંગ્રેસમાં આવે તો ગુજરાતભરના દલિત સમાજ એમના સાથે રહેશે એવી પણ ખાતરી આપવામાં આવી હતી દલિત સમાજની આવી અપીલથી નરેશ ભાઈ ગદગદિત થઈ ગયા હતા અને એમને સામાજિક એકતા અને ભાઈચારાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.