મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં કુડીમાં નાહવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીમાં નજીવી વાતમાં યુવાનને જાહેરમાં પટ્ટા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના રંગપર ગામે મહિલાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ, દિયર અને નણંદ સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ ફાળવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને સમક્ષ કરી માંગ


SHARE









મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ ફાળવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને સમક્ષ કરી માંગ

મોરબી જિલ્લાને ફાળવેલ સરકારી મેડિકલ કોલેજને અન્ય જીલ્લામાં ફાળવવામાં આવી છે જેથી કરીને આ મુદાને લઈને હાલમાં ઘણી ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને રાજકારણ પણ ગરમાયું છે ત્યારે મોરબીને સરકારી મેડિકલ કોલેજ ફાળવવામાં આવે તેના માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા હાલમાં મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને મોરબીને સરકારી મેડિકલ કોલેજ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલે હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાની પ્રજાની સુખાકારી અને નવરચિત જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે વઘુ સારી સુવિઘા અને સ્વાલંબી બનાવવા માટે ભારત સરકારની સેન્ટ્રલી સ્પોન્સડ સ્કીમ અન્વયે સરકારી મેડિકલ કોલેજ સ્થાપવાની ગુજરાત વિધાન સભામાં તત્કાલિન આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરેલ હતી અને ત્યારબાદ મોરબીની પ્રજાની વાહ વાહી પણ મેળવી લીધે છે મોરબી શહેરમાં વર્ષ ૧૯૮૫થી ૧૯૯૦ ના સમયમાં તત્કાલિન આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલ દ્વારા મોરબીની પ્રજાની આરોગ્ય લક્ષી જરૂરત માટે સિવિલ હોસ્પિટલનું નિર્માણ થયેલ ત્યાર બાદ આજ દિવસ સુધી પ્રજાની આરોગ્ય લક્ષી સુવિઘા માટે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઇ સુવિઘા મળેલ ન હતી

પરંતુ તત્કાલીન આરોગ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ દ્વારા વિધાન સભાના ફોલર પર થી મોરબી જિલ્લા માટે સરકારી મેડિકલ કોલેજ ની જાહેરાત કરેલ હતી પરંતુ તા.૨૫ જાન્યુઆરીના ઠરાવથી ભારત સરકાર દ્વારા મોરબીને અન્યાય થાય તેવો નિર્ણય કરી મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજને બદલે ખાનગી સંસ્થાને મેડિકલ કોલેજનું સંચાલન મળે તેવો બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા નિર્ણય કરી મોરબીને બદલે તાપી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ સ્થાપવાનો નિર્ણય કરતા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને અને જનતાને ભવિષ્યમાં મોટો અન્યાય સહન કરવાની સાથે આધુનિક સરકારી હોસ્પિટલ પણ દીવા સ્વપ્ન સમાન બની જશે

હાલમાં થતી ચર્ચા મુજબ ગિબ્સન મિડલ સ્કૂલમાં આગામી વર્ષથી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવનાર હતી પરંતુ છેલ્લી ઘડીએ રદ્દ કરી મોરબી જિલ્લાને વધુ એક હળહળતો અન્યાય થયો છે.  હાલમાં ગીબશન મિડલ સ્કૂલમાં હંગામી ધોરણે મેડિકલ કોલેજ સ્થાપવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી આગામી વર્ષથી મેડિકલ કોલેજમાં એડમિશન આપવાનું પણ નક્કી કરાયા બાદ સરકારે એક જ ઝાટકે મોરબીને બદલે તાપી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજને મંજૂરી આપી અને મોરબીમાં મેડિકલ કોલેજ ખાનગી સંસ્થાને સોંપવા નક્કી કરતા મોરબી જિલ્લાની પ્રજાની લાગણી દુભાય છે

મોરબી જિલ્લામાં મેડિકલ કોલેજ માટે જિલ્લા કલેકટર દ્વારા જમીન પણ ફાળવી દઈ હાલમાં ત્વરિત મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે તમામ કાર્યવાહી પૂર્ણ કરી ગીબશન મિડલ સ્કૂલમાં હંગામી મેડિકલ કોલેજ શરૂ કરવા નક્કી કરી આગામી શૈક્ષણિક સત્રના પ્રારંભથી મેડિકલ સ્ટુડન્ટને એડમિશન આપવાની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવેલ હતી ત્યારે સરકારી મેડિકલ કોલેજને બદલે મોરબીમાં ખાનગી સંસ્થાને મેડિકલ કોલેજનું સંચાલન મળે તેવો બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા નિર્ણય કરી મોરબીને અન્યાય કરવામાં આવેલ છે માટે સરકાર દ્રારા આ નિર્ણય બદલીને મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ આપવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News