મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો


SHARE













વાંકાનેર નજીક કારખાનામાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાની હદમાં આવેલા સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતાં યુવાનની બહેનનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં તેણે એક શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર ઉદ્યોગમાં રોજગારી માટે બહારના રાજયોમાંથી અનેક પરિવારો મોરબીમાં આવતા હોય છે તેવી જ રીતે મધ્યપ્રદેશથી આવેલ એક મજુર પરિવાર વાંકાનેર તાલુકાની હદમાં આવેલા સિરામિક કારખાનાની અંદર રહીને ત્યાં મજૂરી કામ કરતો હતો.દરમિયાનમાં તે પરિવારની સગીરવયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું છે.જેથી સગીરાના ભાઈએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉમાશંકર ગૌરાંગસુંદર ભુણીયા રહે.પશ્ચિમ બંગાળ વાળાની સામે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધી કાઢવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવતા બોડકા ગામનો રહેવાસી સુભાષ ધીરૂભાઇ સોલંકી નામનો ૩૫ વર્ષીય યુવાન બોડકા ગામે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો અને જેથી બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહીલે પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે આગળની તપાસ માટે જોડીયા પોલીસને બનાવની જાણ કરી હતી.તેમજ જામનગર જિલ્લાના આણંદાઅનડા ગામના રહેવાસી રઘુભાઈ જેરામભાઈ ભીમાણી બાઈક લઈને જતા હતા ત્યારે ધ્રોલ પાસેના માજોઠ ડેમ નજીક તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત થવાથી રઘુભાઈ ભીમાણીને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા રહીમ સોકતભાઈ જાનીયા નામના ૨૩ વર્ષીય સંધી યુવાનને લાતીપ્લોટ વિસ્તારમાં કોઈ બાબતે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી.








Latest News