મોરબીના બંધુનગર પાસે કારખાનામાં મજૂર ઓરડીમાંથી ૯ બોટલ દારૂ ઝડપાયો
SHARE
મોરબીના બંધુનગર પાસે કારખાનામાં મજૂર ઓરડીમાંથી ૯ બોટલ દારૂ ઝડપાયો
મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં મજૂરી ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે બાચકામાંથી નવ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે હાલમાં ૩૩૭૫ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાની હદમાં બંધુનગર ગામની સીમમાં આવેલ ભીમાણી સીરામીકમાં મજૂરની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી.ત્યારે પ્લાસ્ટિકના બાચકામાંથી પોલીસને નવ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે રૂા.૩,૩૭૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આ ઓરડીમાં રહેતા સુબારામ રઘુનાથ પત્રા જાતે દલપતી (ઉંમર ૫૦) હાલ રહે.ભીમાણી સિરામીકના લેબર કવાટરમાં બંધુનગર મોરબી સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ભઈલું સિરામિક નજીક રહેતા કુસુબભાઈ માનસિંગભાઈ પૂરતી નામનો ૩૬ વર્ષીય યુવાન પગપાળા જતો હતો ત્યારે અજાણી કારના ચાલકે તેને હડફેટે લેતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા બનાવ અંગે તપાસ ચલાવી રહ્યા છે.તેમજ મોરબી તાલુકાના થોરાળા ગામના પાટીયા નજીક આવેલ દેવકુંવર નામના કારખાના નજીક રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા અનિતાબેન અમીઝભાઈ ચુકાવત નામની એકવીસ વર્ષીય મહિલાને કારખાના પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેણીને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
યુવતી સારવારમાં
મોરબી તાલુકાના લખધીરપુર ગામના રહેવાસી નિશાબેન નરસીભાઈ ખાણધર નામની ૧૭ વર્ષીય યુવતી ભૂલથી વાસણ ધોવાનું લિકવીડ પી જતા અસર થવાથી તેણીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે નોંધ કરીને નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી.