મોરબીના બંધુનગર પાસે કારખાનામાં મજૂર ઓરડીમાંથી ૯ બોટલ દારૂ ઝડપાયો
મોરબીના ગોરધનભાઈ કુંવરીયાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચરતી-વિમુક્ત જાતી સેલના વાઈસ ચેરમેન પદે નિયુકતી
SHARE
મોરબીના ગોરધનભાઈ કુંવરીયાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચરતી-વિમુક્ત જાતી સેલના વાઈસ ચેરમેન પદે નિયુકતી
આગામી સમયમાં ચુંટણીઓ આવી રહી બોય પોતપોતાના પક્ષને મજબુત બનાવવા દરેક પક્ષમાં સક્ષમ આગેવાનોની વિવિધ હોદાઓ ઉપર વરણીઓ કરવામાં આવી રહી છે.ત્યારે મોરબીના ગોરધનભાઈ કુંવરીયાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચરતી-વિમુક્ત જાતી સેલના વાઈસ ચેરમેન પદે નિયુકતી કરવામાં આવેલ છે.તેઓ અગાઉ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં ચેરમેનપદે અને ગુજરાત પ્રદેસ કોંગ્રેસ ઓબીસી સેલમાં મંત્રી તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે.
કોંગ્રેસ પક્ષમાં વિવિધ સેલ-સમિતીઓમાં હોદેદારોની નિમણુંકો કરવામાં આવી છે.આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોય પક્ષને મજબુત બનાવના સારા અને સક્ષમ આગેવાનોની હોદાઓ ઉપર નિમણુંકોક રવામાં આવી રહી છે.જે અંતર્ગત ગુજરાત પ્રદેશકક્ષાએથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિચરતી-વિમુક્ત જાતી સેલના પ્રમુખ જસવંતભાઈ યોગી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિચરતી-વિમુક્ત જાતિ સેલના વાઇસ ચેરમેન તરીકે મોરબીના પીઢ કોંગી આગેવાન ગોરધનભાઈ ભીમજીભાઈ કુંવરિયાની વરણી કરવામાં આવી છે.ગોરધનભાઇ કુંવરીયા જેવા કર્મઠ આગેવાનની પ્રદેશ કક્ષાએ વરણી કરવામાં આવતા મોરબી જિલ્લા કોંગ્રેસ, તાલુકા અને શહેર કોંગ્રેસનાં હોદેદારો, આગેવાનો અને કાર્યકરો દ્રારા તેઓને શુભેચ્છાઓ પાઠવીને તેમની આ વરણીને આવકરવામાં આવી રહી છે.