મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે બુદ્ધ વીહારના પાર્કિંગમાંથી બે બાઈકની ચોરી


SHARE













વાંકાનેરના ભલગામ પાસે બુદ્ધ વીહારના પાર્કિંગમાંથી બે બાઈકની ચોરી

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ચોટીલા રાજકોટ હાઇવે ઉપર ભલગામ નજીક બુદ્ધ વીહારના ખુલ્લા પાર્કિંગમાં વાહન પાર્ક કરવામાં આવ્યા હતા જેમાંથી બે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં ચોટીલા રાજકોટ હાઇવે રોડ ઉપર ભલગામ નજીક બુદ્ધ વીહારના ખુલ્લા પાર્કિંગમાં વાહન પાર્ક કરવામાં આવ્યા હતા જેમાં મોટી મોલડી ગામે રહેતા નારણભાઇ મૂળજીભાઈ બથવાર (ઉંમર ૪૦) એ પોતાનું બાઇક નંબર જીજે ૧૩ એકે ૪૩૬૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦ હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે તેવી જ રીતે વિનોદભાઈ ગોરધનભાઈ બેડવાએ તેનું બાઇક નંબર જીજે ૩૬ ઇ ૬૯૦૨ પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે આમ કુલ મળીને બે બાઈકની ચોરી થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતે આગ લાગી

માળીયા મોરબી હાઇવે ઉપર આવેલ આઇઓસીના પેટ્રોલ પંપ પાસેથી મહારાષ્ટ્રના ભદ્રાવતીના રહેવાસી વિપુલભાઈ અનિલભાઈ બડોલે (૨૩) પોતાનો ટ્રક નંબર એમએચ ૪૦ સીડી ૧૧૧૦ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેની પાછળના ભાગે આવી રહેલા ટ્રક નંબર આરજે ૧ જીસી ૨૫૫૪ ના ચાલકે પોતાનો ટ્રક બેફીકરાઈથી ચલાવીને વિપુલભાઈના ટ્રકની પાછળના ભાગમાં અથડાવ્યો હતો જેથી કરીને આરોપીના ટ્રકની કેબિનની અંદર આગ લાગી હતી અને બંને વાહનોની અંદર નુકસાન થયેલ હતું હાલમાં વિપુલભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વિપુલભાઈના ટ્રકમાં પાછળથી ટ્રક અથડાવનારા વાહન ચાલકની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે








Latest News