વાંકાનેરના ભલગામ પાસે બુદ્ધ વીહારના પાર્કિંગમાંથી બે બાઈકની ચોરી
ટંકારાના ધ્રુવનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
SHARE
ટંકારાના ધ્રુવનગર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત
ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણિતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યાંથી રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે પરિણીતાનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની તપાસ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ દાહોદના પાવર ધારના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે વિજયભાઈની વાડીમાં રહીને વાડીમાં મજૂરી કામ કરતાં સંકરભાઈ પરમારના પત્ની નંદાબેન પરમાર (૨૧)એ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ટંકારા હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાનનું મોત
ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે રહેતા અમીનભાઈ નાનજીભાઈ ચૌધરી જાતે પટેલ (ઉંમર ૩૩)ને લીવર અને કિડનીની તકલીફ હોય તેને સારવાર માટે અગાઉ રાજકોટ લઇ ગયા હતા જોકે સારું નહીં થતાં તેને પોતાના ઘરે પરત લઇને આવ્યા હતા અને ત્યારબાદ તેની ડેડબોડીને ટંકારા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા માટે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી