વાંકાનેરના રાજાવડલા ગામે ઘરમાં જુગાર રમતા સાત ઝડપાયા
SHARE









વાંકાનેરના રાજાવડલા ગામે ઘરમાં જુગાર રમતા સાત ઝડપાયા
મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલા રાજાવડલા ગામે જુગર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર ૭ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૧૨૮૦૦ સાથે તેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વાંકાનેર પોલીસે રાજાવડલા ગામે રહેતા ઈસ્માઈલભાઈ મામદભાઈ વલીભાઈ માથકીયાના ઘરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરધણી ઈસ્માઈલભાઈ મામદભાઈ વલીભાઈ માથકીયા, જાવીદભાઈ ગુલામભાઈ શેખ, શાહબુદીનભાઈ અલાઉદ્દીનભાઈ કડીવાર, હનીફભાઈ ઉસ્માનભાઈ વડાવીયા, ઈર્શાદભાઈ મામદભાઈ કડીવાર, ઉસ્માનભાઈ મામદભાઈ કડીવાર, હુશેનભાઈ ઉસ્માનભાઈ વડાવીયા જુગાર રમતા મળી અવાયા હતા જેથી પોલીસે રોકડા ૧૨૮૦૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
