સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે જ્ઞાન, દાન અને સન્માનના ત્રિવેણી સંગમનું આયોજન


SHARE

















મોરબીમાં ઉમિયા માનવ મંદિરના લાભાર્થે જ્ઞાન, દાન અને સન્માનના ત્રિવેણી સંગમનું આયોજન

મોરબી જિલ્લામાં પાટીદાર પરીવારમાં અંધ, અશક્ત, નિરાધાર ૨૪૬ જેટલા વ્યક્તિઓ છે જેના જીવન નિર્વાહ માટે ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ દ્વારા માસિક એક હજાર રૂપિયા ઉપરાંત રાશન કીટ, કપડાં, દવા વગેરે અર્પણ કરવામાં આવે છે જેના થકી તે લોકો જીવન નિર્વાહ કરે છે પણ સ્વ. ઓ.આર.પટેલનું સ્વપ્ન હતું કે મોરબીમાં નિરાધાર જરૂરિયાતમંદો માટે એવું કંઈક નિર્માણ કરી જ્યાં આસરો મળી રહે એવું સ્થાપત્ય નિર્માણ કરવાનું બીડું સંસ્થાના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા વગેરે ટ્રષ્ટીઓએ ઝડપ્યું હતું અને ટંકારા તાલુકાનાં લજાઈ પાસે ભીમનાથ મહાદેવની બાજુમાં ૪૦ વિઘા જમીનમાં ૮૦ રૂમ ધરાવતું અને ૨૦૦ નિરાધાર લોકોનો સમાવેશ થઈ શકે એવું એ.સી. સહિતની અદ્યતન સુવિધા ધરાવતું બાર કરોડની માતબર રકમના બજેટવાળું માનવ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે

ત્યારે માનવતાના આ મહા યજ્ઞમાં આર્થિક યોગદાન આપનાર પાંચ લાખથી ઉપર દાન આપનાર ૧૨૫ જેટલા દાતા અને પચાસ હજારથી પાંચ લાખ સુધીનું દાન આપનાર ૩૫૦ જેટલા દાતાઓના સન્માર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તા ૨૧ મી મેં ના રોજ સાંજે ૬:૩૦ વાગ્યે રવાપર ગામે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરેથી મુખ્ય પોથી સહિત ૧૫૧ પોથી સાથે ભવ્ય અને દિવ્ય, પોથીયાત્રા નીકળશે અને દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧ વાગ્યા સુધી કથા ચાલશે જેમાં દરરોજ ૧૦ થી ૧૨ દાતાઓનું વિશિષ્ટ બહુમાન કરાશે અને આ કથા વિરામના સમયે દરરોજ વક્તા સતશ્રી દ્વારા ૫૧ હજારથી પાંચ લાખ સુધીના દાતાઓનું સન્માન કરવામાં આવશે. આ કથા તા ૨૧ થી ૩૧ સુધી ચાલશે અને સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ, શ્રવણ યાત્રા, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન, રામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગો ખુબજ ધામધૂમ પૂર્વક યોજવામાં આવશે માટે મોરબી જિલ્લાના લોકોને આ કથા શ્રવણનો લાભ લેવા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે




Latest News