મોરબીના તાલુકાનાં પાનેલી ગામે તસ્કરો પંચાયતની વીજ મોટરના વાયરની કરી ગયા ચોરી
SHARE
મોરબીના તાલુકાનાં પાનેલી ગામે તસ્કરો પંચાયતની વીજ મોટરના વાયરની કરી ગયા ચોરી
મોરબી તાલુકાનાં જુદાજુદા વિસ્તારોમાં ચોરીના બનાવો અવાર નવાર બને છે તેવામાં મોરબી તાલુકાનાં પાનેલી ગામે તસ્કરોએ ધામા નાખ્યા છે અને બે દિવસ પહેલા એક ખેડૂતના ખેતરમાથી સાતીની ચોરી કરવામાં આવી હતી ત્યાર બાદ ગત રાતે પાનેલી ગામને પાણી પહોચાડવા માટે ગ્રામ પંચાયત દ્વારા મૂકવામાં આવેલ વીજ મોટરના વાયરની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે અને રાતે આવેલા તસ્કરો ૧૫૦૦૦ થી વધુની કિંમતનો વાયર ચોરી કરી ગયેલ છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસને પાનેલી ગ્રામ પંચાયત દ્વારા જાણ કરવામાં આવી હોવાનું ગામના આગેવાનો પાસેથી જાણવા મળેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”