મોરબીના તાલુકાનાં પાનેલી ગામે તસ્કરો પંચાયતની વીજ મોટરના વાયરની કરી ગયા ચોરી
"તમે અમારા શેઢે બાવળીયા કાપેલ છે" કહીને માલણીયાદમાં વૃધ્ધને માથામાં ધાર્યું ઝીકયું
SHARE
હળવદના માલણીયાદ ગામે "તમે અમારા શેઢે બાવળીયા કાપેલ છે" કહીને વૃધ્ધને માથામાં ધાર્યું ઝીકયું: ચાર સામે નોંધાયો ગુનો
હળવદ તાલુકાનાં માલણીયાદ ગામે રહેતા વૃદ્ધ ખેડૂતને "તમે અમારા શેઢે બાવળીયા કાપેલ છે" તેવું કહીને ચાર શખ્સો દ્વારા માર મારીને માથામાં ધારીયું મારવામાં આવ્યુ હતુ જેથી કરીને ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે લાવ્યા હતા અને હાલમાં તેમણે ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા અને માલણીયાદ ગામે ખેતર ધરાવતા અંબારામભાઈ ભવાનભાઈ કણજારીયા જાતે દલવાડી (૫૭)ને તે ગામની અંદર રહેતા મહાવીરસિંહ ગંભીરસિંહ, યુવરાજસિંહ મહાવીરસિંહ, અર્જુનસિંહ ગંભીરસિંહ અને લખુભા ઉર્ફે બટુકસિંહ રહે. તમામ જૂના માલણીયાદ વાળાએ માર માર્યો હતો જેથી કરીને તેઓને ઇજા થતા તેમને સારવારમાં લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓએ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીઓએ "તમે અમારા જમીનના શેઢે બાવળીયા કાપેલ છે" તેવું કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને માર માર્યો હતો અને ત્યારે મહાવીરસિંહે વૃધ્ધને માથામાં ધારીયું માર્યુ હતુ જેથી તેઓને ઈજા થઈ હતી અને આ બનાવમાં હાલમાં હળવદ તાલુકા પોલીસે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”