વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં મશ્કરી કરવાની વાતમાં છરી, તલવાર અને ધારીયા વડે મારામારી: મહિલાઓ સહિત પાંચને ઇજા


SHARE

















મોરબીના લાતી પ્લોટમાં મશ્કરી કરવાની વાતમાં છરી, તલવાર અને ધારીયા વડે મારામારી: મહિલાઓ સહિત પાંચને ઇજા

મોરબી શહેરના લાટી પ્લોટ શેરી નં-૮ પાસે જોન્સનગરમાં રહેતા યુવાનો અંદરો અંદર મશ્કરી કરતા હતા અને ત્યારે મશ્કરીની બાબતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઇજાઓ થઇ હોવાથી તેઓને સારવાર માટે આવ્યા હતા અને મારામારીના બનાવમાં છરી, તલવાર જેવા હથિયાર્ન ઘા ઝીંકી દેવામાં આવ્યા હોવાથી ઇજાગ્રસ્તોને મોરબી અને રાજકોટ કરવામાં આવ્યા છે અને હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરીયાદ નોંધાવવાંમાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-૮ પાસે જોન્સનગરમાં ગત રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં નસીમબેન નજમાબેન, નેકમામદ સુલેનામ ભટ્ટી, સાજિદ શબ્બીરભાઈ જેડા અને રફીક નુરમામદ જામ નામના પાંચ વ્યક્તિઓને છરી અને તીક્ષ્ણ હથિયારના ઘા વાગ્યા હોવાથી તેઓને સારવારમાં મોરબીની જુદી-જુદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તે પૈકીના સાજિદ શબ્બીરભાઈ જેડાને વધુ ઇજા થઇ હોવાથી તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે અને સામસામી મારામારીના બનાવમાં હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરિયાદ નોંધાઈ છે

જેમાં રફિકભાઈ નુરમામદભાઈ જામ (૨૮) રહે. લાતી પ્લોટ શેરી નં-૮ જોન્સનગર વાળાએ સાજીદ સબ્બીર જેડા, નેકમામદ સલેમાન ભટ્ટી, ફિરોજ નેકમામદ જેડા અને જાવેદ નેકમામદ ભટ્ટીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે સાજીદ તેની મશ્કરી કરતો હોય મસ્તી કરવાની ના પાડી હતી જે બાબતે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ અન્ય શખ્સોએ ત્યાં આવીને લોખંડના પાઇપમ ધારિયા તેમજ તલવાર વડે હુમલો કર્યો હતો અને ત્યારે રફિકભાઈ, નસીમબેન અને નજમાબેનને માર મારવામાં આવ્યો હતો જેથી તેઓને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં રફીકભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસી કલમ નં. ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામાપક્ષેથી મારામારીના બનાવમાં સાજીદભાઈ શબ્બીરભાઈ જેડા રહે. લાતી પ્લોટ શેરી નં-૮ પાસે જોન્સનગર વાળાએ રફીક નુરમામદ જામ અને એજાજ નુરમામદ જામની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે રફીક તેની મશ્કરી કરતો હોય મશ્કરી કરવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ઝપાઝપી કરી હતી અને ત્યાર બાદ બંને આરોપીએ મૂઢ માર માર્યો હતો અને ફરિયાદીને છરીનો ઘા છાતીમાં મારી દીધો હોવાથી તેના ઇજા થઇ હોય પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે આ ઉપરાંત તેના સાથળ અને હાથે પણ કરી છરી મારવામાં આવી છે હાલમાં સાજિદની ફરિયાદ લઈને પોલીસે આઇપીસી કલમ નં. ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસેથી પસાર થતાં બાઈકમાં પાછળના ભાગમાં બેઠેલ ભાવનાબેન મેઘજીભાઈ પરમાર (ઉમર ૩૦) રહે. ખેંગડીની વાડી રવાપર રોડ મોરબી વાળી કોઈ કારણોસર બાઈકમાંથી નીચે પડી ગઈ હતી જેથી તેને પગમાં ફેક્ચર જેવી ઇજા થઈ હોવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે ભરતભાઈ કુંડારીયાની વાડીએ રહીને મજૂરીકામ કરતા શંકરભાઈ રેમલાભાઇ નાયક (ઉંમર ૨૨) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની મંગલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટમેરી ફાટક પાસેથી પસાર થતા ભગીરથસિંહ નરપતસિંહ રાણા (ઉ. ૩૮ રહે. રણછોડનગર વાળા) નું બાઈક થઈ ગયું હતું જેથી તેઓને માથામાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News