મોરબીના નવાડેલા રોડે ક્રાંતિ કોમ્પ્લેક્ષની દુકાનમાંથી ૭૮ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના ભરતનગર પાસે જીવલેણ અકસ્માત સર્જનારા ટ્રક ચાલકની સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીના ભરતનગર પાસે જીવલેણ અકસ્માત સર્જનારા ટ્રક ચાલકની સામે ગુનો નોંધાયો
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા આધેડ ખોખરા હનુમાનથી ભરત નગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પોતાનું બાઇક લઈને પસાર થતા હતા ત્યારે ટ્રક ચાલકે અચાનક વળાંક વાળતા બાઇકને હડફેટે લીધું હતું અને આધેડને છાતીના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરાએ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે સ્મશાન પાસે રહેતા અજીતભાઈ ભવાનભાઈ વડાવિયા (૫૦) પોતાનું બાઇક લઇને મોરબી નજીકના ખોખરા હનુમાનથી ભરતનગર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓ ટ્રક જીજે ૧૦ એક્સ ૯૨૭૩ ના ચાલકે અચાનક વળાંક વાળતા બાઇકને અજિતભાઈના બાઇકને હડફેટે લીધું હતું અને તેને છાતીના ભાગે ગંભીર ઇજા કરી હતી જેથી કરીને અજીતભાઈનું મોત નીપજયું હતું આ બનાવમાં મૃતકના દીકરા સુનીલભાઇ અજીતભાઇ હળવદીયા (૨૩)એ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
દેશીદારૂ
મોરબી નજીકના લખધીરપુર રોડ ઉપર ગ્રાન્ડ વૈભવ હોટલની સામેની શેરીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા ૫૪૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે શોભનાબેન ઉર્ફે શોભલી નવઘણભાઈ હમીરપરા જાતે કોળી (૩૫) રહે. વૈભવ હોટલની સામે મોરબી વાળી મળી આવી હતી જેથી પોલીસે ૧૦, ૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પાસેથી ભરતભાઈ ભૂપતભાઇ દેકાવાડીયા રહે વગડીયા ભવાનીગઢ તાલુકો મુળિ વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
દેશીદારૂ
મોરબીના માટેલ રોડ ઉપર વિકાસ હોટલ પાસેથી પસાર થઇ રહેલ કારને રોકીને પોલીસે ચેક કરતાં કારમાંથી ૨૮૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસ દ્વારા એક લાખ રૂપિયાની કિંમતની કાર નંબર જીજે ૩ સીઇ ૮૬૧૫ અને દારૂ આમ કુલ મળીને ૧૦૫૬૦૦ ના મુદ્દામાલને કબજે કરીને તુલસીભાઈ ગોરાભાઈ ચાવડા (૩૫) અને મનુભાઈ વસ્તાભાઇ ખાચર (૨૫) રહે, બંને થાન વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
