મોરબીના ભરતનગર પાસે જીવલેણ અકસ્માત સર્જનારા ટ્રક ચાલકની સામે ગુનો નોંધાયો
મોરબીમાં ઉછીના રૂપિયા લેનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફિનાઇલ ગટગટાવ્યું
SHARE









મોરબીમાં ઉછીના રૂપિયા લેનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફિનાઇલ ગટગટાવ્યું
મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્કમાં રહેતા યુવાને ઉછીના પૈસા લીધા હતા જે પૈસા પરત ન આપી શકતા પૈસા આપનાર શખ્સે અવારનવાર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેના ઘરે આવીને યુવાન હાજર ન હોય તેની પત્ની અને માતાને ગાળો આપીને પૈસા આપી દેજો નહિતર મકાન ખાલી કરાવી દઈશ અને લાખાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી મનોમન લાગી આવતા યુવાને ફિનાઇલ પી લીધું હતું જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં યુવાને મોરબી આ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા લાખાભાઈ ખીમાભાઈ કુંભરવાડિયા જાતે બોરીચા (૩૭)એ કાનાભાઈ મોહનભાઈ ગોગરા રહે. શનાળા વાળાની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે દોઢ-બે વર્ષ પહેલાં તેમણે કાનાભાઇ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને હાલમાં તે પરત આપી શકે તેમ નથી જેથી રૂપિયા પરત આપેલ ન હોય અવારનવાર કાનાભાઈ દ્વારા લાખાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને આઠ દિવસ પહેલા કાનાભાઈ લાખાભાઈના ઘરે ગયા હતા ત્યારે લાખાભાઈ હાજર ન હોય તેના પત્ની અને માતાની હાજરીમાં ગાળો બોલીને રૂપિયા આપી દેજો નહિતર મકાન ખાલી કરાવી દઈશ અને લાખાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી કરીને લાખાભાઈને મનોમનમાં લાગી આવતાં તેને ફિનાઇલ લેતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ લાખાભાઈએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાનાભાઈ ગોગરાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આઇપીસી કલમ ૫૦૪ અને ૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
