મોરબીના આધેડની હળવદમાં આવેલ ખેતીની જમીન ઉપર કબ્જો કરનાર પાંચ સામે લેન્ડ ગ્રેબિંગ: ૩ ની ધરપકડ
મોરબીના નવાડેલા રોડે ક્રાંતિ કોમ્પ્લેક્ષની દુકાનમાંથી ૭૮ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE









મોરબીના નવાડેલા રોડે ક્રાંતિ કોમ્પ્લેક્ષની દુકાનમાંથી ૭૮ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના નવાડેલા રોડ ઉપર આવેલ ક્રાંતિ કોમ્પ્લેક્ષમાં મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી ૭૮ બોટલ દારૂની સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૫૬૦૦ નો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી
મોરબી એ ડિવિઝન પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે દરમ્યાન મોરબીના નવાડેલા રોડ પર ક્રાંતી કોમ્પલેક્ષમા બીજા માળે આવેલ દુકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારેપોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દુકાન ભાડે રાખીને મુનવરભાઈ અનવરભાઈ મીનીવાડીયા દારૂનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ક્રાંતી કોમ્પલેક્ષની દુકાનમાંથી વિદેશી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૭૮ બોટલો કબ્જે કરીને કુલ ૨૫૬૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી મુનવરભાઈ અનવરભાઈ મીનીવાડીયા જાતે પીંજારા મુસ્લીમ (૪૦) રહે. લાતી પ્લોટ શેરી નં.૩-૪ વચ્ચે મોરબી વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીએસઆઈ એસ.એમ.રાણા, એમ.એમ.દેગામડીયા, ચકુભાઇ કરોતરા, હિતેષભાઇ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, સાગરભાઇ લોખીલ, અરજણભાઈ ગરીયા તથા તેજાભાઇ ગરચરએ કરી હતી
એક બોટલ દારૂ
મોરબીમાં આવેલ ચિત્રકૂટ સિનેમા પાસેથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પોલીસે આદિત્ય દિનેશભાઈ ઠોરીયા જાતે પટેલ (૨૪) રહે ખોખાણી શેરી ગ્રીન ચોક પાસે વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
એક બોટલ દારૂ
મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર સુલભ સૌચાલય પાસેથી પસાર થઇ રહેલ બાઇકને રોકીને બાઇક ચાલકને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪૨૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ અને ૨૦ હજાર રૂપિયાની કિંમતનો બાઇક નંબર જીજે ૩૬ એન ૯૩૮૧ આમ કુલ મળીને ૨૦૪૨૦ રૂપિયાના મુદ્દામાલને કબજે કરી સુનિલ મનીષભાઈ પરમાર જાતે કોળી (૨૭) રહે. ત્રાજપર વાળાની ધરપકડ કરેલ છે
