મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સોમવારે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવા કેમ્પ યોજાશે
વાંકાનેરના રાજાવડલા ગામની સીમમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા : ૨૫૪૦૦ નો મુદામાલ જપ્ત
SHARE









વાંકાનેરના રાજાવડલા ગામની સીમમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા : ૨૫૪૦૦ નો મુદામાલ જપ્ત
વાંકાનેરના રાજાવડલા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જાહેરમાં જુગાર રમતા ૧૧ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૫૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.
વાંકાનેર શહેર પોલીસના સર્વેલન્સ સ્ટાફના હરપાલસિંહ પરમાર અને પ્રતિપાલસિંહ વાળાને મળેલી સચોટ બાતમીના આધારે રાજાવડલા સીમમાં આવેલી બીપીએલ સ્કૂલની બાજુમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં જુગાર રમતા હુસેનભાઇ જલાભાઈ દેકાવાડીયા, હર્ષદભાઈ પ્રભુભાઈ ખીરૈયા, કેશુભાઈ છગનભાઈ દેત્રોજા, ગણેશભાઈ જીવરાજભાઈ તરાદિયા, છનાભાઈ રામજીભાઈ જેઠરોજા, વિનોદગીરી જમનાગીરી ગોસ્વામી, બેચરભાઈ રૂપાભાઈ દેત્રોજા, કાળુભાઈ છનાભાઈ માણસુરીયા, અશોકભાઈ હેમુભાઈ દેત્રોજા, કમલેશભાઈ મગનભાઈ દેત્રોજા અને કેશુભાઈ પોપટભાઈ માલકિયા મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૫૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આ કામગીરી પીઆઇ એન.એ. વસાવાની સૂચના મુજબ હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, પ્રદિપસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા, મુકેશભાઈ વસાણી, કૃષ્ણસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, દિવ્યરાજસિંહ ઝાલા, જનકભાઈ ચાવડા, શક્તિસિંહ જાડેજા અને અજીતભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં
માળિયા-મિંયાણાના ખાખરેચી ગામે રહેતા બંસીભાઈ ગોગજીભાઈ ભોજેય નામનો યુવાન તેના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા આવેલ સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો. જેથી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે આ અંગે નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર યદુનંદન ગૌશાળા નજીક રહેતા હરીતાબેન લક્ષ્મીકાંતભાઈ પાંડે નામની ૨૫ વર્ષીય મહીલા કોઇ કારણોસર એસિડ પી લેતા તેણીને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
હળવદ તાલુકાના દેવીપુર ગામે સીમ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં પરસોતમ નરસીભાઇ તારબુંદીયા, ચંદુભાઈ હરજીભાઇ તારબુંદીયા અને અમૃતભાઈ હરજીભાઈ તારબુંદીયા નામના ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.મોરબીના રવાપર રોડ હનુમાન મંદીર પાસે રહેતા ચંદ્રિકાબેન કિશોરભાઈ સાગઠીયા નામની ૨૫ વર્ષીય મહિલા બાઈકમાં જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થતાં તેઓને સારવારમાં ખસેડાયા હતા.
