વાંકાનેરના રાજાવડલા ગામની સીમમાં જુગાર રમતા ૧૧ ઝડપાયા : ૨૫૪૦૦ નો મુદામાલ જપ્ત
મોરબી જિલ્લા પંચાયતમાં સોમવારે સામાન્ય સભા યોજાશે
SHARE









મોરબી જિલ્લા પંચાયતમાં સોમવારે સામાન્ય સભા યોજાશે
મોરબી જિલ્લા પંચાયતમાં આગામી સોમવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૧૧ વાગ્યે જિલ્લા પંચાયતના સભાખંડમાં આ સામાન્ય સભા રાખવામા આવી છે.
મોરબી જિલ્લાના વિકાસ કામોને વેગ આપવા માટે મોરબી જિલ્લા પંચાયના પ્રમુખ ચંદુભાઈ સિહોરાના અધ્યક્ષ સ્થાને આગામી સોમવારે સામાન્ય સભા રાખવામા આવી છે જેમાં ગત સામાન્ય સભા અને જિલ્લા પંચાયતની સમિતિઓની બેઠકને બહાલી આપવામાં આવશે ત્યાર બાદ સદસ્યોની પ્રશ્નોતરી લેવામાં આવશે, બિનખેતીની જમીન ઉપર લેવામાં આવતો ઉપકર જિલ્લા એક સમાન રીતે લાગુ કરવો, સ્વભંડોળની રકમમાંથી વિકાસના કામોનું અયોજન, નાણાંપંચની ચાલુ વર્ષ માટે મળનારી ગ્રાન્ટ, સ્વભંડોળ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના કામોની મુદત વધારવી, રેતી કંકર ગ્રાન્ટના રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી આપવી અને નાણાપંચના કામોના આયોજનમાં હેતુફેર કરવા સહિતના એજન્ડા લેવામાં આવ્યા છે.
