મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સોમવારે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવા કેમ્પ યોજાશે
SHARE









મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં સોમવારે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવા કેમ્પ યોજાશે
મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા આગામી તા.૧૩ ને સોમવારના રોજ મોરબી ખાતે સવારના ૯ થી ૫ સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેમ્પ રાખવામાં આવેલ છે.
આ કેમ્પમાં આવનારને સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું ફોર્મ ભરી આપવામાં આવશે સાથે જ તે જ દિવસે ખાતું ખોલી આપવામાં આવશે અને આ માટે ૦ થી ૧૦ વર્ષ સુધીની કન્યાનું ખાતું ખોલી આપવામાં આવશે.આ માટે કન્યાનો જન્મ તારીખનો દાખલો સાથે તેના માતા અથવા પિતાનો પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ અને આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી. ભારત સરકાર દરેક કન્યા માટે ઉચ્ચતમ વ્યાજ દર સાથે આ કન્યાના ભવિષ્ય માટે અભ્યાસ અર્થે લગ્ન સમયે તેને આ રકમ ઉચ્ચ અભ્યાસ અર્થે પણ કામ આવી શકે અને સ્વાવલંબી બનવાના હેતુસર આ યોજના ખૂબ જ લોકપ્રિય બની રહી આ માટે મોરબી પોસ્ટ ઓફિસમા લાભ લેવા એક અખબારી યાદીમાં જે.આર રાવલ (પીઆરઆઈ મોરબી એમડીજી) અને પ્રશાંતભાઈ પાટીલ (એમઇ) નો અથવા મો.૯૪૨૬૪ ૦૫૫૯૯ કે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.
