સુવિધામાં વધારો: વાકાનેરથી સીંધાવદર વચ્ચે ડબલ લાઈન રેલ્વે ટ્રેક શરૂ કરાયો
SHARE









સુવિધામાં વધારો: વાકાનેરથી સીંધાવદર વચ્ચે ડબલ લાઈન રેલ્વે ટ્રેક શરૂ કરાયો
રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા\માં વધારો થાય અને ઝડપથી એક સ્થળેથી બીજે સ્થળે મુસાફરો અને માલને પહોંચાડી શકાય તે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે અને સુવિધા વધારવામાં આવી રહી છે ત્યારે વાકાનેરથી સીંધાવદર વચ્ચે ડબલ લાઈન ટ્રેકનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલુ હતું જે કામ પૂર્ણ થયા બાદ તેનું નિરીક્ષણ કરી લેવામાં આવ્યું છે અને હાલમાં આ લઈને શરૂ કરી દેવામાં આવી હોવાનું રેલવે વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે
સુરેન્દ્રનગર જિલ્લાના વિરમગામથી રાજકોટ સુધીના અંતરને ઝડપથી કાપી શકાય તે માટે તેને રેલવે વિભાગ દ્વારા હાલમાં જે જગ્યાએ સિંગલ લાઇન ટ્રેક છે ત્યાં ડબલ લાઇન ટ્રેકનું કામ કરવામાં આવી રહ્યું છે અને ટુકડે-ટુકડે આ કામગીરી આગળ વધી રહી છે છેલ્લા ઘણા દિવસોથી વાકાનેર સીંધાવદર વચ્ચે અંદાજે ૧૪ કિલોમીટર કરતાં વધુના અંતરમાં માટેની ડબલ લાઇન ટ્રેકની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ તેનું નિરીક્ષણ કમિશનર ઓફ રેલવે સેફ્ટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે પૂર્ણ થઇ ગયા બાદ હવે વાકાનેર સીંધાવદર વચ્ચે પણ ડબલ લાઈન ટ્રેક ચાલુ કરી દેવામાં આવેલ છે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે વિરમગામથી લઈને રાજકોટ સુધીના અંતરને ઝડપથી કાપી શકાય તે માટે રેલવે વિભાગ દ્વારા અત્યાર સુધીમાં વિરમગામથી મુળી રોડ, દલડીથી વાંકાનેર તેમજ વાંકાનેરથી સીંધાવદર સુધી ડબલ લાઇન ટ્રેક તૈયાર કરવામાં આવેલ છે જોકે, મુળી રોડથી દલડી અને સિંધાવદરથી રાજકોટ વચ્ચે અંદાજે ૫૦ કિલોમીટર સિંગલ લાઇન ટ્રેક છે ત્યાં પણ ભવિષ્યમાં ડબલ લાઇન ટ્રેક કરી નાખવામાં આવશે જેથી રેલવેની ટ્રેનો ઝડપથી રાજકોટથી વિરમગામ સુધી પહોંચી શકશે તેવું રેલવે વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે
