સુવિધામાં વધારો: વાકાનેરથી સીંધાવદર વચ્ચે ડબલ લાઈન રેલ્વે ટ્રેક શરૂ કરાયો
મોરબી જિલ્લા ભાજપ દ્વારા ઔદ્યોગિક સેલના હોદ્દેદારોની વરણી કરાઇ
SHARE









મોરબી જિલ્લા ભાજપ દ્વારા ઔદ્યોગિક સેલના હોદ્દેદારોની વરણી કરાઇ
મોરબી જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશના પ્રમુખ સહિતના આગેવાનો સાથે ચર્ચા કરીને ઔદ્યોગિક સેલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં જેમાં સંયોજક તરીકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલીયાને જવાબદારી સોપવામાં આવી છે
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, ભાનુભાઈ મેતા, પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને મોરબી જિલ્લા ઔદ્યોગિક સેલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં સંયોજક હરેશભાઈ બોપલીયા, સહસંયોજક જગદીશભાઈ પનારા અને સભ્યોમાં શશાંકભાઈ દંગી, દિલાવરસિંહ જાડેજા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, પ્રજ્ઞેશભાઈ પટેલ, ઉમેશભાઈ વિડજા, કેવલભાઈ સંઘાણી તથા જયેશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે જેથી હોદ્દેદારોને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
