વાંકાનેર નજીક રેલવે ટ્રેક ઉપર ઈટોની કાચી દીવાલ બનાવીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ: અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ
SHARE









વાંકાનેર નજીક રેલવે ટ્રેક ઉપર ઈટોની કાચી દીવાલ બનાવીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ: અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ
વાંકાનેર મોરબી વચ્ચે રેલવે ટ્રેક ઉપર ઇંટોની કાચી દીવાલ બનાવીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રાત્રી દરમ્યાન મોરબી વાકાનેર વચ્ચે પસાર થઇ રહેલ ખાલી ડેમુ ટ્રેન ઇંટની દીવાલ સાથે અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને અજાણ્યા શખ્સ દ્વારા રેલવે ટ્રેક ઉપર ઈંટોની કાચી દિવાલ બનાવવામાં આવી હતી તે શા માટે બનાવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઇ છે
મોરબી વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રે, વીકલી ટ્રેન અને માલગાડી હાલમાં દોડાવવામાં આવી રહી છે તે દરમિયાન રેલવેની આ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે અને અકસ્માતના બનાવો રાત્રી દરમિયાન વાંકાનેર નજીક આવેલા ઓવરબ્રિજ પાસે બન્યો હોવાનું સામે આવી રહ્યું છે હાલમાં રેલવે વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ગતરાત્રીના એક વાગ્યાના અરસામાં વાંકાનેર તરફથી ખાલી ડેમો ટ્રેન મોરબી બાજુ આવી હતી અને મોરબી થી સાબરમતી તરફ જવા માટે પસાર થતી ખાલી ડેમુ ટ્રેન રીપેરીંગ કામ માટે સાબરમતી તરફ જઈ રહી હતી ત્યારે વાંકાનેર નજીક આવેલા ઓવર બ્રિજ પાસે રેલવે ટ્રેક ઉપર ઈટોની કાચી દિવાલ ત્રણ ફૂટની બનાવવામાં આવી હતી તેની સાથે ટ્રેન અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યાં કોઇ હાજર ન જોવા મળતા આ બનાવ અંગેની રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અંદાજે દોઢસો જેટલી ઇંટો અને રેલવે ટ્રેક ઉપર ત્રણ ફૂટની દિવાલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી અને રાત્રી દરમ્યાન આ જ રેલવે ટ્રેક ઉપરથી જ્યારે વાંકાનેર તરફથી મોરબી બાજુ ખાલી ડેમુ ટ્રેન આવી હતી ત્યારે રેલવે ટ્રેક ઉપર કશુ જ રાખવામાં આવ્યુ ન હતુ અને જ્યારે રીપેરીંગ કામ માટે સાબરમતી તરફ જવા માટે રવાના થઈ હતી ત્યારે વાંકાનેરના ઓવરબ્રિજ પાસે રેલવે ટ્રેક ઉપર ઈંટોનો ઢગલો કરીને કાચી દીવાલ બનાવીને નાખવામાં આવી હતી જેથી કરીને કોઈ અસામાજિક તત્વો દ્વારા રેલવે ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને રેલવે વિભાગ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે ટ્રેક ઉપર ઈંટોની કાચી દિવાલ બનાવનારની સામે ફરિયાદ નોંધીને તેને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
