મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે દારૂની બે રેડ: 54 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નાયબ મામલતદાર રાઠોડની વાંકાનેર ખાતે બદલી


SHARE

















મોરબીના નાયબ મામલતદાર રાઠોડની વાંકાનેર ખાતે બદલી

મોરબીના સામાકાંઠે આવેલ એનસીસાટી કમ્પાઉન્ડમાં સીટી મામલતદાર ઓફિસ ચાલુ કરવામાં આવી હતી જોકે ત્યાં છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઉઠી રહી હોય તેને ધ્યાનમાં લઇને તપાસ કરી ઉપરી અધિકારી દ્વારા હાલમાં નાયબ મામલતદારોની વાંકાનેર ખાતે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી મામલતદાર ઓફીસ છેલ્લા ચારેક મહીનાથી મોરબી એનસીસી કંપાઉન્ડ ખાતે પ્રજાની માંગણી ધ્યાને લઇને ચાલુ કરેલ અને ત્યાં નાયબ મામલતદાર પૂરવઠામાં એ.બી.રાઠોડની નિમણૂંક કરવામાં આવેલ પરંતુ થોડા જ સમયમાં ના.મામલતદાર રાઠોડ વિરુધ્ધ અસંખ્ય ફરીયાદો આવેલ જેમાં ખોટા બિન જરૂરી ડોકયુમેન્ટ માંગવા, એનએસના ફોર્મ ન લેવા, અરજદારો સાથે ગેરવર્તન કરવું જેવી ઘણી જ ફરીયાદો અહીંના નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીને મળેલ તે બાબતે જાત તપાસ કરતા ના.મામલતદાર રાઠોડે તેમની સાથે પણ ગેરવર્તન કરેલ અને પોતાની મનમાની કરવાનું ચાલુ રાખેલ આ બાબતે પી.પી.જોષીએ અહિંના કલેકટરને અને છેક મુખ્યમંત્રીને રજુઆત કરેલ કે આવા અધિકારી સરકારને બદનામ કરે છે. સરકાર કરોડો રૂપિયા ગરીબ પાછળ ખર્ચ કરે છે પણ બેદરકાર અધિકારીઓને કારણે આ લાભ પ્રજા સુધી પહોચતો નથી અને સરકાર બદનામ થાય તેવા પ્રયાસો અધીકારીઓ કરે છે માટે આવા અધિકારીની બદલી કરવી જોઇએ તેવી માંગણી જોષીએ કરેલ જે બાબતે તમામ તપાસ કરીને સત્ય જણાતા તેમની બદલી વાંકાનેર મતદાર યાદી વિભાગમા બદલી કરેલ છે.તેમની જગ્યાએ એ.એસ.જાડેજાને વાંકાનેરથી મોરબી ખાતે પુરવઠા નાયબ મામલતદાર તરીકે મુકવામા આવેલ છે.જેથી આ વિસ્તારની પ્રજામાં રાહતની લાગણી ફેલાય છે તેમ પી.પી.જોષીએ જણાવેલ છે.




Latest News