મોરબી એલસીબીએ રહેણાંક મકાનમાં રેડ કરતા ૮૩ બોટલ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ
મોરબી અને ટંકારા તાલુકામાં છેલ્લી ૨૪ કલાકમાં બે-બે ઇંચ વરસાદ
SHARE









મોરબી અને ટંકારા તાલુકામાં છેલ્લી ૨૪ કલાકમાં બે-બે ઇંચ વરસાદ
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને હળવો ભારે વરસાદ જુદા જુદા વિસ્તારની અંદર પડેલ છે ત્યારે ગઈકાલે સાંજના સમયે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અડધા ઇંચથી લઈને બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમમાંથી જાણવા મળેલ છે
છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો સહિતના લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેમ છતાં પણ મેઘરાજા મન મૂકીને મોરબી જિલ્લા ઉપર વરસી રહ્યા નથી ત્યારે ગઈકાલે બપોર પછીથી મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને આકાશમાં કાળા ડિબાગ વાદળો જોવા મળી રહ્યા છે અને ગઈકાલે બપોર પછીના સમયે મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં હળવો ભારે વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ પડવાના કારણે હાલમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે દરમિયાન મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલ રૂમમાંથી જાણવા મળતી ટંકારમાં ૪૮ મીમી, માળીયામાં ૫ મીમી, મોરબીમાં ૫૪ મીમી, વાંકાનેરમાં ૩૩ મીમી અને હળવદમાં ૧૦ મીમી વરસાદ પડ્યો છે અને હજુ પણ આકાશમાં કાળા ડિબાગ વાદળો જોવા મળી રહ્યા છે ત્યારે મેઘરાજા મન મૂકીને મોરબી જિલ્લા ઉપર વરસે તેવું ખેડૂતો સહિતના લોકોની લાગણી છે
