મોરબી અને ટંકારા તાલુકામાં છેલ્લી ૨૪ કલાકમાં બે-બે ઇંચ વરસાદ
વાંકાનેરના વિઠ્ઠલપર પાસે અકસ્માતમાં એકનું મોત, એકને ઇજા: લોકોએ ડમ્પરને કાંડી ચાંપીને સળગાવ્યૂ
SHARE









વાંકાનેરના વિઠ્ઠલપર પાસે અકસ્માતમાં એકનું મોત, એકને ઇજા: લોકોએ ડમ્પરને કાંડી ચાંપીને સળગાવ્યૂ
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર પાસે જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારી બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને એક વ્યક્તિને ઇજા થઈ હતી જેથી કરીને રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનારા ડમ્પરને ઘટના સ્થળે જ કાંડી ચાંપીને સળગાવી નાખ્યું હતું અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની ગંભીરતાને સમજીને તાત્કાલિક આગળની કાર્યવાહીને હાથ ધરવામાં આવી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી ખનીજ ચોરી કરવા માટે થઈને મોટા પ્રમાણમાં ડમ્પર દોડતા હોય છે આવી જ રીતે વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર પાસેથી પસાર થતાં ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી બાઈક ઉપર જઈ રહેલા બે વ્યક્તિઓને ગંભીર ઇજા થયેલ હતી અને તે પૈકીના એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ અને અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક વ્યક્તિનું નામ પરબતભાઈ પ્રભુભાઈ છે અને જે વ્યક્તિને ઈજા થયેલ છે તેનું નામ પ્રવીણભાઈ કરમશીભાઈ સારલા છે અને અવારનવાર ડમ્પર ચાલકો દ્વારા નાના મોટા અકસ્માતો સર્જવામાં આવતા હોય છે જેથી કરીને રોષે ભરાયેલા લોકો દ્વારા હાલમાં અકસ્માત સર્જાનારા ડમ્પરને કાંડી ચાપીને સળગાવી નાખવામાં આવેલ છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની ગંભીરતાને સમજીને સ્થળ ઉપર પહોચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
