વાંકાનેર પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના યુવકનું પરિવાર સાથે કરાવ્યુ
મોરબી એલસીબીએ રહેણાંક મકાનમાં રેડ કરતા ૮૩ બોટલ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ
SHARE
મોરબી એલસીબીએ રહેણાંક મકાનમાં રેડ કરતા ૮૩ બોટલ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ
મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે તેઓએ શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર નજીકના અમૃતપાર્ક વિસ્તારના રહેણાંક મકાનમાં રેડ કરી હતી.ત્યારે મકાનમાંથી વિદેશી દારીની ૮૩ બોટલો મળી આવી હતી અને સાથે ત્રણ ઈસમો હાજર મળી આવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમાં એક ઇસમનું નામ ખોલ્યુ હોય હાલ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી એલસીબીના સ્ટાફના શકિતસિંહ ઝાલા, યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમી આધારે પોલીસ સ્ટાફે નવલખી રોડ ઉપર રણછોડનગરની પાસે આવેલ અમૃતપાર્કના રહેણાંક મકાનમાં રેડ કરી હતી.જ્યાં મકાન ભાડે રાખીને મૂળ ધાંગધ્રાનો મેહુલ ત્રિભુવનદાસ પુજારા જાતે લોહાણા (ઉમર ૪૨) નામનો ઈસમ દારૂનો વેપલો કરતા હોય રહેણાંક મકાનમાં સર્ચ દરમિયાન પોલીસને ત્યાંથી કુલ ૮૩ બોટલ દારૂ કિંમત રૂા.૩૧,૧૨૫ નો જથ્થો મળી આવ્યો હતો અને મેહુલ ત્રિભોવનદાસ પુજારા ઉપરાંત સ્થળ ઉપરથી સાગર કાંતિલાલ પલાણ જાતે લોહાણા (ઉમર ૩૦) રહે.જલારામ એપાર્ટમેન્ટ રણછોડનગર નવલખી રોડ તેમજ જલ્પેશ ઉર્ફે જપો વિનોદ ખાખી જાતે કંસારા (ઉમર ૩૬) રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી નવલખી રોડ મૂળ રહે. દહીંસરા તાલુકો માળીયા મીંયાણા જી.મોરબી મળી આવ્યા હતા માટે મેહુલ, સાગર અને જલ્પેશની ધરપકડ કરીને ત્યાંથી ૮૩ બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે તેઓની પૂછપરછ દરમ્યાન ભરત જીવણ કલોતરા જાતે રબારી રહે.અમૃતપાર્ક સોસાયટી રણછોડનગર નવલખી રોડ મોરબી વાળાનું પણ નામ સામે આવતા હાલ ચારેય સામે ગુનો નોંધીને ભરત રબારીની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.