વાંકાનેરના આણંદપર પાસે પથ્થરની ખાણમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત
SHARE









વાંકાનેરના આણંદપર પાસે પથ્થરની ખાણમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના આણંદપર ગામ પાસે આવેલ પથ્થરની ખાણમાં કામગીરી દરમિયાન યુવાનને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયુ હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને અકસ્માત મોતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના આણંદપર ગામ પાસે આવેલ પથ્થરની ખાણમાં કામગીરી કરતા મૂળ યુપીના રહેવાસી અને હાલમાં આણંદપર ગામે રહેતા ચંદ્રેશકુમાર બિંદ નામના યુવાનને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજયુ હતું અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા જે.જી.ઝાલાએ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના રાજકોટ હાઇવે ઉપર ટંકારા પાસે આવેલ લજાઇ ચોકડીએ બાઈક સાથે ખૂંટીયો અથડાતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં રાજકોટના રહેવાસી નરેશ નારણ સોલંકી (૩૫) અને રોહિત વિરમભાઈ (૩૦) નામના બે યુવાનોને ઇજાઓ થવાથી બંનેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના ઉમિયાનગર વિસ્તારમાં રહેતા વશરામભાઈ ભુરાભાઈ ઘેટીયા નામના ૬૬ વર્ષીય અધેડ ઘરેથી મંદિર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તેમજ મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતો રમેશભાઈ રણછોડભાઈ ભાનુશાળી નામનો ૩૮ વર્ષનો યુવાન શનાળા રોડ ઉપરથી જતો હતો ત્યારે ત્યાં સત્યમ પાન નજીક તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
