વાંકાનેરના આણંદપર પાસે પથ્થરની ખાણમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવાનનું મોત
હળવદના ચરાડવા ગામે રહેણાંક મકાનમાંથી ૩૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો
SHARE









હળવદના ચરાડવા ગામે રહેણાંક મકાનમાંથી ૩૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની 30 બોટલો મળી આવી હોય પોલીસે 9000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા હિતેશ ઉર્ફે કાલી બાબુભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેથી કરીને પોલીસ દ્વારા તેના ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે નવા તળાવ આંબેડકર નગર ખાતે રહેતા હિતેશ ઉર્ફે કાલી બાબુભાઈ સોલંકી ઉંમર વર્ષ 23 ના રહેણાક મકાનમાંથી દારૂની 30 બોટલો મળી આવી હોય પોલીસે 9000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી તેની ધરપકડ કરી દારૂનો જથ્થો તેની પાસે ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.
દેશીની ભઠ્ઠી
માળિયાના ખીરાઇ ગામે તળાવની પાસે બાવળની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 500 લીટર આથો, 15 લિટર તૈયાર દેશી દારૂ અને ભઠ્ઠીની અન્ય સાધન સામગ્રી મળીને 1340 રૂપિયાનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે મકબુલ હારુનભાઈ જેડા જાતે મિયાણા ઉમર 23 રહે મીયાણા મોટી બજાર વાળો મળી આવતા તેની ધરપકડ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
દેશીની ભઠ્ઠી
માળીયા મીયાણાની રાખોડિયા વાઢમાં વિસ્તારમાં બાવળની જાળીમાં દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો તેમજ તૈયાર 10 લીટર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળીને પોલીસે 740 ની મુદામાં કબજે કરી દિલાવર ઇસુભભાઈ જામ જાતે મિયાણા ઉંમર વર્ષ 30 રહે રાખોડીયા વાંઢ વિસ્તાર માળિયા વાળાની ધરપકડ કરેલ છે.
દેશી દારૂ
મોરબીના ગોરખીજડીયા ગામની સીમમાં આવેલ પેપરમીલ પાસેથી પસાર થયેલા બાઇક ચાલકને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી 25 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને 500 રૂપિયાની કિંમતનો દારૂ અને 20,000 ની કિંમતનું બાઈક નંબર જીજે 36 એડી 0738 આમ કુલ મળીને 20,500 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે ફિરોજભાઈ હુસેનભાઇ સુમરા જાતે સંધિ ઉંમર 36 રહે વીસીપરા પ્રકાશપાર્ક નળીયા ના કારખાના પાસે મોરબી વાળા ની ધરપકડ કરેલ છે.
