માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ રાજસ્થાની શખ્સને પાસા તળે જેલહવાલે કર્યો 


SHARE











મોરબી એલસીબીએ રાજસ્થાની શખ્સને પાસા તળે જેલહવાલે કર્યો 
 
મોરબી પંથકમાં અંગ્રેજી દારૂના જથ્થામાં સંડોવણી ખૂલતા રાજસ્થાની ઇસમને પકડીને હાલમાં પાસા તળે રાજકોટ જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે. 
 
મોરબી એલસીબીના સ્ટાફમાંથી મળતી માહિતી મુજબ મહેન્દ્રસિંહ ધુકલસિંહ રાવત રાજપુત (૨૨) રહે. ખોખરી પોસ્ટ ગીરી તા.રાયપુર જીલ્લો પાલી રાજસ્થાન નામનો ઇસમ મોરબીમાં અગાઉ અંગ્રેજી દારૂના ગુનામાં પકડાયો હોય તેના વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજૂર થઇને આવતા રાજસ્થાનના મહેન્દ્રસિંહ રાવતની દારૂના ગુનામાં સંડોવાયેલો હોય અને જી.મેજીસ્ટ્રેટે હુકમ કરતા પકડીને પાસા તળે રાજકોટ જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે. 
 
યુવાન સારવારમાં
 
મોરબી નજીક નાની વાવડી ગામે શિવગંગા સોસાયટીમાં રહેતા સાગર ધીરૂભાઈ વ્યાસ નામના ૨૭ વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મંગલમ હોસ્પીટલે ખસેડાયો હતો. જ્યારે હળવદના વેગડવાવ ગામે રહેતા મેહુલ ઇશ્વરભાઇ રાઠવા નામનો ૨૭ વર્ષીય યુવાન તા.૧૧ ના સાંજે છએક વાગ્યે વાડીએ હતો ત્યાં તેને સાપ કરડી જતા ૧૦૮ વડે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે માળિયા-મિંયાણાના સુલતાનપુર ગામે મહેશભાઈ પ્રભુભાઈ ઉઘરેજાની વાડીએ રહીને મજૂરીકામ કરતા પરિવારનો ચિન્ટુ ગોવિંદભાઈ હીરાલાલ માવી નામનો ૧૪ વર્ષીય બાળક કપાસમાં દવા છાંટવાની કામગીરી કરતો હતો તે દરમિયાન શ્વાસમાં કપાસમાં છાંટવાની ઝેરી દવાની અસર થવાથી તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો.
 
મહિલા સારવારમાં
 
મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતી ખુશ્બુબેન યુસુફભાઈ કાસમાણી નામની ૨૦ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ફીનાઇલ પી લેતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ વિસ્તારમાં રહેતા રંજનબેન સંજયભાઈ ચૌહાણ નામની ૨૯ વર્ષીય મહિલાએ વધુ પડતી ઉંઘની ગોળીઓ ખાઈ લેતાં તેને પણ સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ








Latest News