મોરબીમાંથી ૪૬૦ ગ્રામ ગાંજા ઝડપાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મૌન આંદોલનને રોકનાર સામે બળપ્રયોગ કરનાર પોલીસ સામે સુઓમોટો કરવા હાઇકોર્ટના ચીફ જસ્ટીસને મોરબીના રમેશભાઈ રબારીની રજૂઆત
SHARE






મૌન આંદોલનને રોકનાર સામે બળપ્રયોગ કરનાર પોલીસ સામે સુઓમોટો કરવા હાઇકોર્ટના ચીફ જસ્ટીસને મોરબીના રમેશભાઈ રબારીની રજૂઆત
સરકાર સામે પ્રજાનાં પ્રાણપ્રશ્ન, અન્યાય સામે અવાજ ઉઠાવતા પ્રજાજનો પર જે તે વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા અસહ્ય આપતીજનક વ્યવહાર કરીને ભારે મોટા પ્રમાણમાં બળ પ્રયોગ કરી આંદોલનકર્તા લોકોને મારકુટ અને પકડી લઈને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને પ્રજાનો અવાજ રજુ કરવા દેતા નથી જેથી કરીને સુઓમોટો કરવા માટે હાઇકોર્ટના ચીફ જસ્ટીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ બી. રબારીએ હાલમાં હાઇકોર્ટના ચીફ જસ્ટીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરકાર સામે પ્રજાનાં પ્રશ્ન અને અસંતોષ મુદે કરવામાં આવતા આંદોલનમાં રાજયના પોલીસદળના અમાનવીય વ્યવહાર અંગે સુઓમોટો કરવામાં આવે તે જરૂરી છે વધુમાં તેને જણાવ્યુ છે કે, રાજયમાં પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે ત્યારે પોલીસ પોતે જ રાજકિય પક્ષનાં પીઠુઓ હોઈ તેમ વર્તન કરી શાંત અને મૌન વિરોધ કરતા લોકોને વિરોધ કરતા અટકાવી રહેલ છે. ત્યારે લોકશાહી શાસનમાં મોન આંદોલન કરવાનો લોકોને અબાધિત અધિકાર છે આ લોકો તોફાન કરતા નથી છતાં જે તે પોલીસ આવા પ્રજાલક્ષી કાર્યક્રમ બળપુર્વક દબાવી લોકોને ભારે હેરાન કરે છે અને પોલીસના જવાબદાર અધિકારીઓ પણ રજુઆત સાંભળતા ન હોઈ એક રીતે લોકશાહીનું હનન થતુ જણાય છે આ લોકોને શાંતિથી રજુઆત કરવાનો મુળભુત હકક દબાવતા હોઈ રાજય પોલીસદળ, સરકારી તંત્ર અને શાસક પક્ષ ભા.જ.પ.ના જ આગેવાન હોઈ તેવો અમાનુષી વ્યવહાર કરી રહ્યા છે અને આ ઉપરાંત રાજય સરકાર અને પોલીસ દ્વારા આવા કાર્યક્રમો યોજવા દેવા માટે મનઘડત જાહેરનામા બહાર પાડવામાં આવે છે આ સંજોગોમાંથી લોકોને મુકત કરાવવા સુઓમોટો દાખલ કરી ત્વરીત પગલા લેવા માટે હાઇકોર્ટના ચીફ જસ્ટીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”


