મોરબીના મિલન પાર્કમાથી સ્કોર્પિઓની ચોરીના ગુનામાં વધુ એક આરોપી પકડાયો: એકની શોધખોળ
SHARE






મોરબીના મિલન પાર્કમાથી સ્કોર્પિઓની ચોરીના ગુનામાં વધુ એક આરોપી પકડાયો: એકની શોધખોળ
મોરબીમાં નવી કલેકટર કચેરી પાછળના ભાગમાં મિલન પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેની સ્કોર્પિઓ કાર પાર્ક કરીને મૂકી હતી જે કારની ચોરી કરવામાં આવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ નવી કલેકટર કચેરી પાછળના ભાગમાં આવતા મિલન પાર્ક વિસ્તારની અંદર ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટનાફલેટ નંબ૨ ૪૦૩ માં રહેતા પીયૂષભાઈ દિલીપભાઈ પટેલ (૪૨) નામના યુવાને પોતાના ઘર પાસે તેની સ્કોર્પિઓ કાર નંબર જીજે ૩૬ બી ૮૬૯૧ પાર્ક કરીને મૂકી હતી જે સફેદ કલરની સ્કોર્પિઓ કારની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને પિયુષભાઈ પટેલ દ્વારા તેની પાંચ લાખ રૂપિયાની કિંમતની સ્કોર્પિઓ કારની ચોરી કરવામાં આવી હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં મોરબી બી ડિવિઝનના પીએસઆઈ એ.એ. જાડેજા અને રાઇટર ઋતુરાજસિહ જાડેજા દ્વારા અગાઉ ઓમપ્રકાશ ખેગારામ ખીલેરી જાતે બિશ્નોઈ (૨૫) રહે, અંબાકી બસ્તી (જાંબ) ચીતલવાના જાલોદ, રાજસ્થા વાળાની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં પોલીસે આણંદ પોલીસ પાસેથી અર્જુનરામ ઉર્ફે અનિલ રઘુરામનાથ ખીલેરી જાતે બિશ્નોઈ રહે. નિમલીપટલા, રોહતક, રાજસ્થાન વાળાનો કબજો લઈને ધરપકડ કરેલ છે અને હજુ એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”


