અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક સાથે બાઈક અથડાવી દંપતીને માર મારનાર ચારની શોધખોળ


SHARE







મોરબીમાં બાઈક સાથે બાઈક અથડાવી દંપતીને માર મારનાર ચારની શોધખોળ

મોરબીમાં બાઇક લઇને જતાં દંપતીના બાઈક સાથે અન્ય બાઇક અથડાયુ હતુ તે વાતને લઇને ચાર અજાણ્યા ઇસમોએ ઝઘડો કરીને સતવારા દંપતીને માર મારતાં બંનેને સારવારમાં ખસેડાયા હતા અને બાદમાં ચાર અજાણ્યા લોકો સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. 

"ચોરી પે શીનાજોરી" જેવા ઉપરોકત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં આવેલ હદાણીની વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ભગવાનજીભાઈ કણજારીયા (ઉંમર ૨૮) તેમના પત્ની ભગવતીબેન (ઉંમર ૨૬) ની સાથે બાઈકમાં દેવશ્રી ગાયનેક હોસ્પિટલે બતાવવા માટે ગયા હતા અને ડોકટરને બતાવીને પરત ઘરે જતા હતા ત્યારે શનાળા રોડ સ્કાય મોલ પાસે તેમના બાઇકની સાથે અન્ય બાઇક અથડાયુ હતું. ત્યારબાદ ચાર અજાણ્યા ઇસમોએ ફરિયાદી ભરતભાઈ અને તેમના પત્ની ભગવતીબેન સાથે ઝઘડો કરી ગાળો આપી હતી અને બાદમાં દંપતીને માર મારતા ભરતભાઈ અને ભગવતીબેનને સારવારમાં લઈ જવાયા હતા સારવાર બાદ ભરતભાઈ કણજારીયાએ ચાર અજાણ્યા ઇસમોની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા હાલમાં હમીરભાઈ ગોહિલે માર મારીને નાસી છૂટેલા ચાર હુમલાખોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News