મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે “બર્ફીલાબાબા અમરનાથ બરફના શિવલીંગ” ના દર્શન યોજાશે


SHARE







મોરબી જલારામ મંદિરે “બર્ફીલાબાબા અમરનાથ બરફના શિવલીંગ” ના દર્શન યોજાશે

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન સમગ્ર વિશ્વના વિવિધ શિવમંદીરોમા દેવાધિદેવ મહાદેવની આરાધના થઈ રહી છે. ત્યારે શ્રાવણ માસના સોમવારનો મહીમા અનેરો હોય છે. શ્રાવણ માસના સોમવાર દરમિયાન વિવિધ શિવમંદીરોમા ભક્તજનો માટે સવિશેષ આયોજન થતા હોય છે ત્યારે આવકી કાલે સોમવાર તા. ૧૬-૮ ના રોજ મોરબી જલારામ મંદિરે આવેલા જલિયાણેશ્વર મહાદેવ ખાતે બર્ફીલા બાબા અમરનાથ બરફના શિવલીંગના દર્શનનુ ભક્તજનો માટે આયોજન કરવામા આવેલ છે. દર્શન સાંજના ૫ થી ૯ કલાક દરમિયાન ખુલ્લા રહેશે. મોરબીની ધર્મપ્રેમી જનતાને શિવલીંગના દર્શન તેમજ શિવજીની આરાધના માટે પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે તેમ સંસ્થાના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, અનિલભાઈ સોમૈયા, નિર્મિત કક્કડે યાદીમા જણાવ્યુ છે.






Latest News